નવીદિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. આ વખતે બજેટમાં ઇનકમ ટેકસ સ્લેબમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં એક ખાસ વાત એ રહી કે વડાપ્રધાને નાણામંત્રીની દરેક મોટી જાહેરાત પર ટેબલ થપથપાવીને સ્વાગત કર્યું કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવાની જાહેરાત હોય કે બિહારમાં મખાના બોર્ડની રચનાની વાત હોય. મોદી સરકારે ભારતના મિડલ ક્લાસ વોટર્સની ફરિયાદોનો જવાબ આપી દીધો છે અને ટેક્સ કટની મોટી જાહેરાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે હવે 12 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધીની કમાણી કરનારા લોકોએ કોઈ ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આપને જણાવી દઇએ કે ભારતનો લગભગ 80 ટકા ભાગ આ બ્રેકેટમાં આવે છે. ઇનકમ ટેક્સ સ્લેબ્સના રિબેટ રેટ્સ ફેરફાર સાથે સિનિયર સિટિઝન્સ માટે TDS લિમિટ્ટમાં ફેરફાર અને રેન્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, આનો અર્થ છે કે મિડલ ક્લાસ લોકોના ખિસ્સામાં વધુ પૈસા જશે. છેલ્લા દાયકાથી મિડલ ક્લાસ મોટે ભાગે મોદી સરકારનો મોટો સમર્થક વર્ગ રહ્યો છે, પરંતુ ઘણીવાર એવું અનુભવે છે કે ગરીબો અને ખેડૂતો જેવા જૂથો માટે વધી રહેલા સીધા લાભ ટ્રાન્સફરની વચ્ચે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે.
2025માં ભારતના મિડલ ક્લાસ માટે પીએમ મોદીનો મોટો પોલિટીકલ મેસેજ છે : અમે તમારું ધ્યાન રાખીએ છીએ અને હવે તમારા ખિસ્સામાં ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. ભારતમાં વપરાશની ગતિ ધીમી પડી રહે છે, તહેવારોની સિઝનમાં ખૂબ જ ધીમો ગ્રોથ થયો હતો જ્યારે વોલ્યુમ ગ્રોથ 3% ધીમો હતો અને પ્રાઇસ ગ્રોથ 1-2% ની વચ્ચે હતો. તેથી, બજેટમાં મોટો આઇડિયા એ છે કે તમારા પૈસા વધુ ખર્ચ કરીને ખર્ચમાં વધારો કરવામાં આવે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેક્સ કટના પરિણામે, લોકોના ખિસ્સામાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા જશે. FMCG શેરો પર આના પર તાત્કાલિક રીએક્શન આવ્યું છે, જેમાંથી કેટલાકમાં ઇનકમ ટેક્સની જાહેરાત પછી તરત જ ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, જે લોકો ઇકોનોમીના એનિમલ સ્પિરિટને ઉપર ઉઠાવવા માટે 1991 જેવા મોટા આર્થિક સુધારાની અપેક્ષા રાખતા હતા, તેઓ નિરાશ થયા છે. ટૂંકમાં કહીએ તો આ મધ્યમ વર્ગના મતદારો માટેનું બજેટ છે, પરંતુ મોટા અર્થમાં કન્ઝર્વેટિવ છે. કેપેકસ ડાઉન અને ફિસ્કલ ડેફિસિટ 4.5% પર હોવા છતાં, ગ્લોબલ એન્વાયરમેન્ટમાં જે ખૂબ જ પડકારજનક અને વિક્ષેપકારક છે, સરકારના એકાઉન્ટ કીપર્સ કહેતા હોય તેવું લાગે છે કે ‘ચાલો આપણે લાઇન પકડી રાખીએ અને સુરક્ષિત રહીએ. આપણા પાવરને ડ્રાય રાખીએ’ પરંતુ પ્રશ્ન એ છે કે, શા માટે? – સરકારના પોતાના ચીફ ઇકોનોમિક એડવાઇઝરે ઇકોનોમિક સર્વેમાં સંકેત આપ્યો હતો કે, બિઝનેસ-એઝ-યુઝયલ સારો નથી રહ્યો, પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાવચેત રહી છે. ટૂંકમાં આ બજેટ મિડલ ક્લાસ તરફથી સરકારને પૂરતો ઉત્સાહ આપે છે અને આ એક ગેંબલિગ છે કે ભારત ઇંક અને શેર માર્કેટ્સ તરફથી ફરીયાદો, જેણે સીધી પ્રતિક્રિયા આપી – એક જોખમ છે જેને હાલ લેવું યોગ્ય છે.