Budget 2025 : ઘણી વસ્તુઓ થશે તદ્દન સસ્તી, જ્યારે ઘણી જીવન જરૂરી વસ્તુના ભાવ ડબલ

Spread the love

 

બીબીસી ગુજરાતી, બજેટ 2025-26, ભારતનું કેન્દ્રીય બજેટ, નિર્મલા સીતારમણ, ભારત સરકાર, બજેટ

નવીદિલ્હી

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. સતત 8મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. નાણામંત્રીએ તેને આકાંક્ષાઓનું બજેટ ગણાવતા કહ્યું કે, સરકારે તમામ વર્ગોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી વસ્તુઓની યાદીમાં સામેલ થઈ. મોબાઇલ ફોન સસ્તા થશે, કેન્સરની દવાઓ સસ્તી થશે, તબીબી ઉપકરણો સસ્તા થશે, LCD, LED सस्ता थशे, 6 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે, 82 વસ્તુઓ પર સેસ દૂર કરવાની જાહેરાત અને ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે સાથે આ વસ્તુઓ સસ્તી થઈ

સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં રાહત આપી છે. આનાથી બેટરી સંચાલિત કાર સસ્તી થઈ શકે છે. ચામડા અને તેના ઉત્પાદનો પરના કરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે વસ્તુઓ સસ્તી થશે. ફ્રોઝન માછલી, મોટરસાયકલ, ઝિંક સ્ક્રેપ, કોબાલ્ટ પાવડર, લિથિયમ બેટરી, લિથિયમ ,આયન બેટરી, કેરિયર ગ્રેડ ઇન્ટરનેટ સ્વિચ, સિન્થેટિક ફ્લેવરિંગ એસેન્સ, જહાજ નિર્માણ માટે કાચો માલ – વધુ 10 વર્ષ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ, જેવી બાબતો પર સસ્તું કરવામાં આવ્યું

 

શું મોંઘુ થયું?

બજેટમાં ઇન્ટરેકિટવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી હતી.
ગૂંથેલા કાપડ (નિટેડ ફેબ્રીક્સ)
આ સાથે, બજેટમાં બાળકો અને પુખ્ત વયના લોકો સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ મોંઘી થવાની ધારણા છે. વાસ્તવમાં, બજેટના એક દિવસ પહેલા રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) ના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

 

ફાસ્ટ ફુડ પર સરકાર લાલઆંખ કરશે

આ ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ, સંકેન્દ્રિત ચરબી અને કૃત્રિમ પદાર્થોના મિશ્રણના કારણે, તેમની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાનો સામનો કરવા માટે તેમના પર વધુ GST લાદવાની ચર્ચા થઈ રહી છે. આ સાથે, FSSAI ના કડક સ્તરીકરણ અને જાગૃતિ અભિયાન પર પણ ભાર મૂકવામાં આવ્યો. તેના બદલે, સ્થાનિક અને મોસમી ફળો અને શાકભાજીનો વપરાશ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com