અરવલ્લી
BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. We Support BZના લખાણ સાથે મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોવાથી કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે. BZ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર કર્યા છે. BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. CID ક્રાઇમે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં ગ્રામ્ય કોર્ટે જેલ હવાલે કર્યો હતો.
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.