ઔડાની ૩૦૨મી બોર્ડ બેઠક ગઈકાલે યોજાઈ:  પ્રોજેક્ટમાં પેકેજ-૧માં પુર્વના ૩૭.૦૦ કિ.મી.તથા પેકેજ-૨માં પશ્ચિમના ૩૯.૨૫૪ કિ.મી. લંબાઈમાં અંદાજિત રૂ.૨૨૦૦.૦૦ કરોડના ખર્ચે અંદાજ પત્રક તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

Spread the love

બેઠકમાં કુલ ૧૮ નગરરચના યોજનાઓની પહેલાની દરખાસ્તોને પરામર્શ આપવામાં આવ્યો

અમદાવાદ

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના ટુંકા નામથી પરિચિત છે. ઔડાની સ્થાપનાથી અત્યાર સુધી એટલે કે ૪૭ વર્ષ ની આ વિકાસ સફરમાં ઔડાએ માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં અને ચારેય દિશામાં વિકસતા આ શહેરને એક સુઆયોજીત, સુંદર, આદર્શ, શહેર બનાવવાના સુદ્રઢ સંકલ્પને સિધ્ધ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) ની ૩૦૨ મી બોર્ડ બેઠક તા.૦૧/૦૨/૨૦૨૫ નાં રોજ યોજવામાં આવી. જેમા જુદા જુદા વિસ્તારની કુલ- ૧૮ નગર રચના યોજનાઓની કા.પુ.દરખાસ્ત/એવોર્ડ પહેલાની દરખાસ્તો ને પરામર્શ આપવામાં આવ્યો. જેના લીધે નગર રચના યોજનાઓ અંતિમ કરવાની કાર્યવાહી ઝડપી પૂર્ણ થઇ શકે તથા વિકાસનાં કામોને વેગ મળી શકે. સાણંદ જી.આઇ.ડી.સી. અને આસપાસના વિસ્તારમાં ખુબ ઝડપથી થઇ રહેલ ઔધોગીક વિકાસને અનુરૂપ આંતર રાષ્ટ્રીય કક્ષાના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર મળી રહે તથા સાણંદ શહેર અને તેની આજુબાજુ સાણંદ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અગ્રતાના ધોરણે સુઆયોજીત વિકાસ થાય અને આંતર-માળખાકીય સુવિધાઓ પુરી પાડી શકાય તે હેતુથી મોજે. બોલ ગામતળ એક્ષટેન્શન(GME) ની જમીનો અને લાગુમા આવેલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન (IZI) ની જમીનો માં નવી નગર રચના યોજના નં.૩૮૭ (બોલ) બનાવવા માટે ઠરાવવામાં આવેલ છે.સત્તામંડળ તરફથી અરજદારશ્રીઓ ને આપવામાં આવતા ટી.પી. સ્કીમ/ડી.પી. નાં પાર્ટ પ્લાન એફ-ફોર્મ, ઝોનીંગ સર્ટીફીકેટ વિગેરે માટે વસુલવામાં આવતી ફીમાં વધારો કરવામા આવેલ છે.

* ઔડા રીંગરોડ:-

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સરદાર પટેલ રીંગરોડ કે જે અમદાવાદના પેરી અર્બન વિકાસ અંગેનું મહત્વપૂર્ણ અંગ છે, કે જેના ઉપરથી દિવસ દરમ્યાન અંદાજીત ૧ લાખ જેટલા વાહનો પસાર થતા હોય છે. સદર રીંગરોડનું ૬ (છ) નેશનલ હાઈવે તથા ૧૧ (અગિયાર) જેટલા નાના મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રીંગરોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો સર્ક્યુલર મુખ્ય માર્ગ છે.

– ઔડા રીંગરોડ ૬૦ મીટર પહોળાઇ અને ૭૬ કિમી ની લંબાઇ ધરાવે છે. રીંગ રોડ હાલમાં ઔડા હસ્તક હોઈ સદર રીંગ રોડને ૪ (ચાર) માર્ગીય માંથી ૬ (છ) માર્ગીય કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સદર પ્રોજેક્ટમાં પેકેજ-૦૧ માં અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારના ૩૭.૦૦ કિ.મી. તથા પેકેજ-૦૨ માં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ૩૯.૨૫૪ કિ.મી. લંબાઈમાં વિકસાવવા અંદાજિત રૂ.૨૨૦૦.૦૦ કરોડના ખર્ચે અંદાજ પત્રક તૈયાર કરી આજરોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

-સરદાર પટેલ રીંગ રોડનો મુખ્ય કેરેજવે જે હાલમાં ૪ (ચાર) માર્ગીય છે.તેને ૬ (છ) માર્ગીય . જેને ઉપલ્બધ રોડ ૩ લેન મુજબ બંને કરવામાં આવશે, તથા હયાત સર્વિસ રોડ કે જે હાલમાં ર (બે) માર્ગીય છે પહોળાઇ ધ્યાને લઇ ૩૪ કિ.મી. લંબાઇમાં ૪ લેન અને ૧૫ કિ.મી. લંબાઇમાં તરફના સર્વિસ રોડ વિકસાવવામાં આવશે.

સદર કામગીરીમાં સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ ૩ (ત્રણ) લેનના નવીન બ્રીજ બનાવવાનું તેમજ ભાટ સર્કલ, ચિલોડા સર્કલ તથા અસલાલી સર્કલ પર થતા ટ્રાફીકના ભારણને ધ્યાને લઈને ૬(છ) માર્ગીય અંડરપાસ બનાવવાનું તથા હયાત ત્રાગડ અંડરપાસની બંન્ને બાજુ બીજા ર(બે) – ૨(બે) માર્ગીય નવીન અંડરપાસ બનાવવામાં આવશે.

– સમગ્ર રીંગ રોડની આસપાસ વિકસી રહેલ ટી.પી.સ્કીમના રહેવાસીઓની અવર-જવર તથા રોડ ક્રોસીંગ અંગેની સલામતીના ભાગરૂપે રીંગ રોડ પર તમામ હયાત VUP ની પહોળાઇ વધારવા તથા ૬(છ) નવીન ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જેથી માર્ગ સલામતીને ધ્યાને લઈ અકસ્માત નિવારી શકાય. રીંગરોડને સદર સંપૂર્ણ ક્ષમતા વૃધ્ધિ પર્યાવરણ સંરક્ષણને પ્રધાન્ય આપી વિકસિત કરવામાં આવશે.

• સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (CIMS):-

સત્તામંડળ દ્વારા ઇ-ગર્વનન્સ અંતર્ગત જાહેર જનતાને ઓનલાઇન સર્વિસ મળે રહે તથા નાગરીકોના સમયનો બચાવ થાય તે હેતુથી CIMS ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. સદર પોર્ટલ ઔડાની વેબસાઇટ પર જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવેલ છે. આ પોર્ટલમાં નીચે મુજબની સેવાઓ ઓનલાઇન સ્વરૂપે મેળવી શકાશે.

* ઔડા કચેરી સંબંધી માહિતી માટે RTI ની અરજીઓ માટે ઓનલાઇન સુવિધા:

આમ જનતાને સવલત અને પારદર્શક સેવાઓ આપવાના હેતુથી, હવે જાહેર જનતા RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ ઔડા કચેરી સંબંધી માહિતી ઓનલાઈન મેળવી શકશે. આ માટે વિશેષ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે, જે RTI હેઠળ માહિતી મેળવવા માટેની અરજી. ફી ચુકવણી અને માહિતી પ્રાપ્ત કરવાની સુવિધા પૂરી પાડશે. આ નવી સુવિધા દ્વારા નાગરિકોના સમય અને નાણાંનો બચાવ થશે.

RTI અંતર્ગતની અરજીઓ માટે નવી સુવિધા:

RTI અરજીઓ હવે ઓનલાઈન કરી શકાશે.

ફીની રકમનું ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ.

માહિતી પણ ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત કરી શકાશે.

સમગ્ર પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે.

• કોમન એપ્લીકેશન હેઠળની અરજીઓ હવે ઓનલાઈન:-

ઔડા દ્વારા જાહેર જનતા માટે વિવિધ એપ્લીકેશન પ્રક્રિયાઓ ઓનલાઇન કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

T.P. પાર્ટ પ્લાન,D.P. પાર્ટ પ્લાન. ઝોનીંગ સર્ટિફિકેટ, માપણી શીટ, ફોર્મ – F

T.P. સ્કીમનો પ્લાન (સ્કેલ- 1:40), D.P. શીટ (સ્કેલ- 1:80)

બેઇઝ મેપ (32 ઇંચ * 40 ઇંચ)

આ નવી વ્યવસ્થા દ્વારા નાગરિકો માટે અરજી પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે, તેમજ જરૂરી દસ્તાવેજો ઑનલાઇન ઉપલબ્ધ થશે જે મુજબ ઉપરોક્ત તમામ અરજીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા ચલાવી જાહેર જનતાને ત્વરીત તથા પારદર્શી માહિતી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પહેલ કરવામાં આવેલ છે.

• CIMS પ્રોજેક્ટ અંતર્ગત હવે જાહેર જનતા પ્લોટ વેલીડેશન અને Non-TP Opinion संबंधित અરજીઓ પણ ઓનલાઈન કરી શકશે. આ સાથે જ અરજદારોને જરૂરી માહિતી ઓનલાઇન માધ્યમથી જ ઉપલબ્ધ થશે, જે પ્રક્રિયાને વધુ સુગમ અને પારદર્શક બનાવશે.આ નવી સિસ્ટમ દ્વારા, ઔડા નાગરિકોને વધુ આધુનિક અને સુગમ સેવાઓ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે સમગ્ર શહેરના વિકાસ અને પારદર્શક શાસન માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.