ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અમદાવાદ મેચની ટિકિટ અંગે મોટી જાહેરાત : ટીકીટોનું ઓનલાઈન વેચાણ Book My Show એપ્લીકેશન અને વેબસાઈટ ઉપર 4 ફેબ્રુઆરી ના રોજ બપોરે ૧૨ કલાકથી શરૂ થશે

Spread the love

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 12 મી ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ત્રીજી અને આખરી વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે

અમદાવાદ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. આ સિરીઝ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. કારણ કે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ છેલ્લી સિરીઝ હશે. પ્રથમ વનડે મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુર, 9 ફેબ્રુઆરીએ બીજી વન-ડે મેચ કટક અને સીરીઝની ત્રીજી મેચ 12 મી ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદમંત્રી અનિલ પટેલ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદમંત્રી અનિલ પટેલે 12 મી ફેબ્રુઆરી ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ ની ત્રીજી અને આખરી વન-ડે ઇન્ટરનેશનલ મેચની ટિકિટના વેચાણ અંગે મોટી જાહેરાત કરી છે.ઈન્ડિયા વિરૂધ્ધ ઇંગ્લેંડ ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચની ટીકીટોનું ઓનલાઈન વેચાણ Book My Show એપ્લીકેશન અને વેબસાઈટ ઉપર તા. ૦૪-૦૨-૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી શરૂ થશે. ઓનલાઈન બુક કરાવેલ ટિકિટો હોમ ડીલિવરી દ્વારા પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની T20I સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે.ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા સિરીઝને 4-1થી જીતી લીધી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ અને બંને ટીમોનું સ્કવોર્ડ

• પ્રથમ મેચ – 06 ફેબ્રુઆરી 2025 – વિદર્ભક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર

• બીજી મેચ – 09 ફેબ્રુઆરી 2025 બારાબાતી સ્ટેડિયમ, કટક –

• ત્રીજી મેચ – 12 જાન્યુઆરી 2025, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

ભારતની ટીમ

રોહિત શર્મા (C), શુભમન ગિલ,વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાડ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા.

ઈંગ્લેન્ડની ટીમ

હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ,જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોસ બટલર (C), જેમી સ્મિથ, ફિલિપ સોલ્ટ (WK), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, માર્ક વુડ.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com