GCCI ના પ્રમુખ સંદીપ એન્જીનીઅર
અમદાવાદ
GCCI એ ICAI ની WIRC અમદાવાદ શાખા સાથે સંયુક્ત રીતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, અમદાવાદ ખાતે કેન્દ્રીય સરકારશ્રીના “નાણાકીય બિલ 2025” પર ટેકનિકલ એનાલિસિસ માટે એક રસપ્રદ ઇન્ટરેકિટવ સેમિનાર નું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે GCCI ના પ્રમુખ સંદીપ એન્જીનીઅરે પ્રસ્તુત સેમિનારમાં ઉપસ્થિત (ડૉ.) ગિરીશ આહુજા, આ વિષય ના ખાસ નિષ્ણાત, સી.એ. સુનિલ સંઘવી, ચેરમેન, ICAI ની WIRC અમદાવાદ શાખા; સી.એ. સુનિત શાહ, ICAIની WIRC અમદાવાદ શાખાના માનદ મંત્રી, સી.એ. (ડૉ.) જૈનિક વકીલ, ચેરમેન, GCCI ડાયરેકટ ટેક્સ ટાસ્કફોર્સ; સી.એ. પુરુષોત્તમ ખંડેલવાલ, ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર; તેમજ સુધાંશુ મહેતા, GCCI ના માનદ ટ્રેઝરર વગેરેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
પ્રમુખ સંદીપ એન્જિનિયરે રાષ્ટ્રવ્યાપી વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને પ્રવર્તમાન વૈશ્વિક તેમજ આર્થિક પડકારો ની મધ્યમાં પ્રસ્તુત ફાઇનાન્સ બિલની નોંધપાત્ર અસરો પર ભાર મૂક્યો હતો.
સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે પ્રસ્તુત ઈન્ટરેકિટવ સત્રનો ઉદ્દેશ્ય નાણાકીય બિલની વિવિધ જોગવાઈઓનો વિગતવાર અભ્યાસ, તેમજ બજેટની વિવિધ અસરો બાબતે વિસ્તૃત ચર્ચા ને પ્રોત્સાહિત કરવાનો તેમજ તે થકી પ્રસ્તુત બજેટ બાબતે ઉપસ્થિત મહેમાનો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન કરવાનો છે. તેઓએ ઉદ્યોગોની પ્રગતિ અને વ્યાપક અર્થતંત્ર માટે સહયોગને પ્રોત્સાહન આપવાના સેમિનારના ધ્યેય પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ICAIની WIRCની અમદાવાદ શાખાના ચેરમેન, સી.એ. સુનિલ સંઘવીએ નામાંકિત વક્તા સી.એ. (ડૉ.) ગિરીશ આહુજા કે જેઓ કરવેરા બાબતોના અગ્રણી નિષ્ણાત છે તેઓનો પરિચય આપ્યો હતો. તેઓએ ફાઇનાન્સ બિલ, 2025 વિશે વ્યાપક સમજણ કેળવવાના ઉદેશ્યથી આયોજિત પ્રસ્તુત સેમિનારના આયોજન માટે GCCI તેમજ ICAI ની WIRC અમદાવાદ શાખાના સંયુક્ત પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
સી.એ. (ડૉ.) ગિરીશ આહુજાએ ફાઇનાન્સ બિલ, 2025 પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેઓએ પ્રસ્તુત નાણાકીય બિલ અંગેના કેટલાક જટિલ મુદ્દા પર ખાસ પ્રકાશ પાડ્યો હતો. જેમાં વિવિધ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલન તેમજ મર્જર (વિલીનીકરણ) ને અસર કરતા કાયદાકીય માળખા પર પ્રસ્તુત નાણાકીય બિલ થી થનાર અસર વિશે વાત કરી હતી. તેઓએ વિવિધ ઇન્કમ ટેકસ કરદાતાઓને લાભદાયી સાબિત થનાર ઇનકમ ટેકસ કરના માળખામાં કરવામાં આવેલા ફેરફાર વિશે પણ વાત કરી હતી તેમજ ચાર વર્ષ સુધી મોડીફાઇડ રિટર્ન ફાઈલ કરવા બાબત ઉપલબ્ધ વિવિધ રાહત નો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ TDS (ટેક્સ ડિડકટેડ એટ સોર્સ) તેમજ TCS (ટેક્સ કલેકટેડ એટ સોર્સ) ની વધારવામાં આવેલ મર્યાદા વિશે વાત કરી હતી તેમજ વિવિધ નુકસાનની રકમને આગળના વર્ષ મા “કેરી ફોરવર્ડ* કરવા અંગે પણ સમજ પૂરી પાડી હતી. તેઓએ જણાવ્યું હતું કે કલમ 72A તેમજ 72AA ની જોગવાઈઓ અનુસાર હવે આવી નુકસાનની રકમ માત્ર બેલેન્સ પીરીઅડ પૂરતી જ આગળ ખેંચી શકાશે.
તેઓએ તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હવે વરિષ્ઠ નાગરિકો તેઓની “નેશનલ સેવિંગ સ્કીમ” ના વ્યાજની રકમ કરપાત્ર જવાબદારી સિવાય ઉપાડી શકશે. તેઓ દ્વારા પુરી પાડવામાં આવેલ વિસ્તૃત માહિતી બધા સહભાગીઓને પ્રસ્તુત નાણાકીય બિલ 2025 વિશે સમજ કેળવવા ખુબ ઉપયોગી સાબિત થઇ હતી.
ઇન્ટરેકિટવ સેમિનાર દરમિયાન આયોજિત પ્રશ્નોત્તરી સત્ર થકી પણ બધા લાભાર્થીઓને નાણાકીય બિલ 2025 વિષે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઇ હતી.ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર, CA પુરૂષોત્તમ ખંડેલવાલ દ્વારા પ્રસ્તાવિત આભારવિધિ પછી સેમિનારનું સમાપન થયું હતું.