હજારોને ભોજન કરાવનાર કાકા, મંત્રીના નામ,
અટકની લગાવેલી તકતીમાં સળીબાઝની ટીક્કણખોરી
ગાંધીનગર
જીજે ૧૮ જીલ્લો જે વિકાસશીલ બન્યો, તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું યોગદાન કહી શકાય, ત્યારે જીજે ૧૮ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા તાલુકા શહેરમાંથી બીમાર દર્દીઓના સગાઓને ભરપેટ ભોજનના વિનામૂલ્યે ભોજન મળી રહે, તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનું સરાહનીય કાર્ય કહી શકાય, ત્યારે શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “કુસુમબા અન્નક્ષેત્ર” નિશુલ્ક દર્દીઓના સગા ને જમાડે છે, રોજબરોજ ત્રણ આંકડામાં દર્દીઓ જમે છે, ત્યારે જીજે ૧૮ જિલ્લા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી એ શું નથી આપ્યું, રોડ, રસ્તાથી લઈને માણસા, કલોલ, દહેગામ, આ વિસ્તારોનો વિકાસ આખે વળગે તેઓ જોઈ શકાય છે, ત્યારે ત્રણ વર્ષથી ચાલતી આ સેવામાં જે તકતી લગાવી છે, તે તકતીમાંથી ઉદઘાટન કથારે થયું તે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામ પર તથા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ માં પણ કોઈ સળીબાઝ ટીક્કણખોરી કરીને હટાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તંત્ર તથા સિવિલના સત્તાધિશો પણ જે સિક્યુરિટી રાખે છે તે શેના માટે?
કેન્દ્રીય ગૃહમંત્રીએ GJ-18 नो વિકાસ થયો છે, તે આ ભાથીને આભારી છે, ત્યારે વિકાસશીલ પુરુષની વિકાસયાત્રામાં જે તકતીમાં ટીક્કણખોરની પ્રવૃત્તિ ચલાવી શકાય ખરી? ઘણી વ્યક્તિઓ આ પ્રશ્રે વિરોધ દર્શાવીને તંત્ર ઉપર માછલા ધોયા છે, ત્યારે તંત્ર તથા સિક્યુરિટીની જવાબદારી શું?