ગાંધીનગર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધીને UCC અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં UCC લાગુ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જે 45 દિવસમાં રિપોર્ટ સૂપરત કરશે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડ દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ગુજરાત વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોટની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત વિરિષ્ઠ આઈએએસ અધિકારી સી. એલ. મીના એડવોકેટ આર. સી. કોડેકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેષ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.