ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાનું રાજીનામું

Spread the love

અમદાવાદ

ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામુ આપ્યું. અભયસિંહ ચુડાસમા 1999 બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં વયનિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું. આઈપીએસ અધિકારી હાલમાં કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આજે જ્યારે મોટાભાગ અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનુ આગવું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા. તેમને મળતી તમામ માહિતી સાચી અને સચોટ જ સાબિત થતી. અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે. અક્ષરધામ મંદિરને કેટલાક આંતકવાદીઓએ બાનમાં લીધું હતું. ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી. અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું

2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ઘટના આજે પણ લોકોને કંપારી અપાવે છે. સિરિયલ બ્લાસ્ટ ઘટનામાં આરોપીને પકડવા ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર હતો. કારણ કે એકબાજુ શહેરમાં થયેલ બ્લાસ્ટને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા હતા અને બીજી બાજુ ગુનેગારોને શોધવા પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસ પર સરકારની સાથે મીડિયાના સવાલો અને લોકોની સુરક્ષાનું દબાણ હતું. તેવામાં બ્લાસ્ટના ગુનીનો ભેદ ઉકેલવો રાજ્યની પોલીસ માટે મોટો યક્ષ પ્રશ્ન હતો. પોલીસે પોતાની પૂરી તાકાત લગાવી આતંકીઓની શોધખોળ કરી. છતાં પણ કોઈ સજ્જડ કડી હાથ ના લાગી. પોલીસને સતત નિષ્ફળતા મળતી હતી ત્યારે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાના નેટવર્કે બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો. અભયસિંહ ચુડાસમના બાતમીદારે તેમને માહિતી આપી કે તેણે ભરૂચમાં બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને જોઈ છે. એક મકાનમાં બે કાર પાર્ક કરેલી છે અને મને શંકા છે કે બ્લાસ્ટના આરોપીઓ પણ ત્યાં જ છે. બાતમીના આધારે અધિકારી અભયસિંહ તાત્કાલિક એકશનમાં આવ્યા. તેમણે એક ટીમ જે શખ્સે બાતમી આપી હતી તે ભરૂચ ખાતેના મકાન પર મોકલી. આ મકાન ભરૂચના પ્રતિષ્ઠીત વ્યક્તિનું હતું. આથી જ આતંકીઓએ આવા મકાનમાં આશરો લીધો હતો. જો કે પોલીસ અધિકારીઓ જયારે ત્યાં પંહોચ્યા ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા. કારણ કે મકાનમાં બોમ્બ બનાવવામાં આવતો હોવાના અવશેષો તેમના હાથ લાગ્યા. પોલીસને અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ ઘટનામાં પહેલી કડી મળી ગઈ. વધુ તપાસ કરતાં આના તાર મહારાષ્ટ્રના નદિડ પંહોચ્યા. પોલીસ તાત્કાલિક ત્યાંથી નદિડ રવાના થઈ. ત્યાં તેમને આંતકી હાથતાળી આપી જતો રહ્યો પરંતુ ગુનાની વધુ એક મજબૂત કડી તેમના હાથ લાગી બ્લાસ્ટ ઘટનામાં શોધખોળ બાદ 78 આરોપીઓ સાણસામાં આવ્યા. અને 49 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવ છોડી મૂકવામાં આવ્યા. આમ, અભયસિંહ ચુડાસમએ એક જાગૃત નાગરિકની ફોન પરની બાતમીના આધારે ત્વરિત કામગીરી કરતાં સિરિયલ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલાયો. અને આરોપીને સજા મળી. જો એ સમયે દબાણભરી પરિસ્થિતિમાં અધિકારીએ અજાણ્યો નંબર જોઈ ફોન ના ઉપાડ્યો હોત તો પોલીસ આજે પણ ગુનેગારોને શોધતી ફરતી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com