ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે, એટલે ‘સમાન કામ સમાન વેતન’, યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે, એટલે કે તમામને પરવડે તેવી ફીમાં શિક્ષણનો અધિકાર,યુનિફોર્મ હેલ્થ કોડની જરૂર છે, એટલે કે તમામને પરવડે તેવી ફીમાં આરોગ્ય સેવાનો અધિકાર
• ભાજપાના ખેસ પહેરનારા માટે એક કાયદો અને ગુજરાતના નાગરિકો માટે બીજો કાયદો, અમીરો માટે એક કાયદો – ગરીબ – સામાન્ય વર્ગ માટે બીજો કાયદો ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ભેદભાવ વિના હક્ક-અધિકાર-ન્યાય મળશે ?
મોંઘવારી, બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ ધ્યાન ભટકાવવાના મુળ મુદ્દા
અમદાવાદ
મોંઘવારી, બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગે સમિતિ રચના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો, જૈન સમાજ લો અને પારસી પર્સનલ લો જેવા જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી. પરિવારની વસિયતમાં દિકરીઓનો પણ સમાન સંપત્તીનો કાયદો કોંગ્રેસ પક્ષ લાવી હતી. વર્ષ ૨૦૧૮માં લો-કમીશન, ભારત સરકાર તમામ પાસા ચકાસીને ‘કોમન સીવીલ કોડ’ ની દરખાસ્ત રીજેક્ટ કરી ચુક્યું છે. ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે એટલે ‘સમાન કામ સમાન વેતન’. ગુજરાતને યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે. એટલે કે તમામને પરવડે તેવી ફીમાં શિક્ષણનો અધિકાર, ગુજરાતને યુનિફોર્મ હેલ્થ કોડની જરૂર છે. એટલે કે તમામને પરવડે તેવી ફીમાં આરોગ્ય સેવાનો અધિકાર, ગુજરાતને ભેદભાવ વિના ન્યાયનો અધિકાર એટલે કે ભાજપાના ખેસ પહેરનારા માટે એક કાયદો અને ગુજરાતના નાગરિકો માટે બીજો કાયદો, અમીરો માટે એક કાયદો – ગરીબ – સામાન્ય વર્ગ માટે બીજો કાયદો ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ભેદભાવ વિના હક્ક-અધિકાર-ન્યાય મળશે ? તેનો રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ભાજપા જવાબ આપે.
બંધારણ અંગેની સંસદની ચર્ચામાં પણ ડૉ.બાબા સાહેબ આંબેડકરે દેશમાં ‘કોમન સિવિલ કોડ’ લાગુ જ છે તેમ જણાવ્યું હતું. યુનિફોમ સિવિલ કોડ માત્ર લગ્ન સંબંધી બાબતો માટે જ જરૂરી છે. દીકરીને સંપતિમાં હક, દીકરીને સમાન હકક, સહિતની તમામ બાબતો કોમન સિવિલ કોડમાં લાગુ જ છે. નિષ્ફળતા ઢાંકવા માટે રાજ્ય સરકારે UCC ની કમિટીનું ગઠન કરાયું, બંધારણમાં દેશના નાગરિકોને સમાનતાનો અધિકાર મળ્યો છે. ગુજરાતમાં UCC નહીં પરંતુ સમાન કામ, સમાન વેતન લાવવાની જરૂર છે, ૨૦૨૨ ચૂંટણી પૂર્વે પણ સરકારે આવી જ જાહેરાત કરી હતી, દેશની મૂળ તાકાત વિવિધતામાં એકતામાં રહેલી છે, કોંગ્રેસ પક્ષ બંધારણનું સન્માન કરે છે, ભાજપની નૌટંકીના વિરોધમાં છે, ભાજપે અભ્યાસ કરવાની જરૂર કે હિન્દુ પર્સનલ લૉ બોર્ડ અને આદિવાસી સમાજની પરંપરા શું છે ? જૈન સમાજની પરંપરા શું છે? વિચરતી-વિમુક્ત જાતિ માટે હાલ શું જોગવાઈ છે ? ચારેય તરફ ઘેરાયેલી સરકાર હવે યુસીસી લાગુ કરવા સમિતિ જાહેરાત કરી છે. ભાજપાની અંદરોઅંદરની હુંસાતુસી, પરકાષ્ઠાની લડાઈ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા સરકારના કાંડ-કૌભાંડને ઢાંકવા યુસીસી કમિટી જાહેરાત કરવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડના બદલે શિક્ષણ – સ્વાસ્થ્ય – સુરક્ષા સહિત ખેડૂત – ખેતી – ગામડાને બચાવવા સરકારે કાયદો બનાવીને અમલવારી કરવી જોઈએ. ત્યારે ડૉ. બાબા સાહેબે શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે તેનુ પાલન થવુ જોઇએ, દેશની વિવિધતામાં એકતાની ભાવનાને નુકસાન કરતી ભાજપ સરકારની નોટંકીને કોંગ્રેસ પક્ષ સમર્થન આપી શકે નહી.