આરોપી કલ્પેશભાઇ ગોવિંદભાઇ ગોહેલ
મૃતક દીકરો : ઓમ ગોહેલ
પિતાને પોતાના બાળકો સાથે મરી જવાનો વિચાર આવતા ગઈકાલે સવારના આશરે સાડા નવેક વાગે પોતાની દિકરી જીયા તથા ઓમને ઉલ્ટી ન થાય તેની દવા પીવડાવેલ હતી
અમદાવાદ
ગઈ કાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરની ઘટના બનેલ છે જેમાં પિતાએ પોતાનાં 10 વર્ષના દીકરાને ઘરે ઝેર આપી મારી નાખ્યો હતો.આરોપી માનસિક બિમાર જણાવે છે. પોલિસ દ્વારા આરોપીની ગુન્હાના કામે અટક કરેલ છે.
બનાવની વિગત એવી છે કે બાપુનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૧૦૦૭૨૫૦૦૮૪/૨૦૨૫ ધી બી.એન.એસ.એકટ કલમ-૧૦૩(૧) મુજબના ગુનાના કામના આરોપી કલ્પેશભાઇ ગોવિંદભાઇ ગોહેલ ઉ.વ.૪૭ રહે-મ.નં.૮૯/૩૧૧ ગવર્મેન્ટ ઇ કોલોની નર્મદા સોસાયટીની સામે, ખાલસા સ્કુલ સામે બાપુનગર અમદાવાદ, પોતાના બાળકો સાથે મરી જવાનો વિચાર આવતા તા.૦૪/૦૨/૨૦૨૪ ના સવારના આશરે સાડા નવેક વાગે પોતાની દિકરી જીયા તથા ઓમને ઉલ્ટી ન થાય તેની દવા પીવડાવેલ ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં આશરે ૩૦ ગ્રામ જેટલો ઝેરી પાઉડર નાખી પોતાના દિકરા ઓમ ઉ.વ.૧૦ વર્ષ ને પીવડાવી મૃત્યુ નિપજાવી ગુનો કરેલ હોય જેથી આરોપી કલ્પેશભાઇ ગોવિંદભાઇ ગોહેલ ઉ.વ.૪૭ રહે-મ.નં.૮૯/૩૧૧ ગવર્મેન્ટ ઇ કોલોની નર્મદા સોસાયટીની સામે, ખાલસા સ્કુલ સામે બાપુનગર અમદાવાદને અટક કરવામા આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.

