પાવાગઢ
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે રોપ વે સેવા બંધ રહેશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ હતી. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. 13 દિવસ સુધી રોપ વે બંધ રહેશે. 2 માર્ચથી રાબેતા મુજબ રોપવે કાર્યરત કરવામાં આવશે. પાવાગઢ ખાતે રોપ વેનું પિરિયોડિક મેઇન્ટન્સ કરવાનું હોવાથી રોપ વે બંધ રાખવામાં આવશે. બીજી તરફ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરગઢ ખાતે ગબ્બર પરિક્રમાપથ પર 51 શક્તિપીઠ મંદિરોનો વિશેષ પરિક્રમા મહોત્સવને લઈને મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગબ્બર પરિક્રમા મહોત્સવ આગામી 9 થી 11 ફેબ્રુઆરીના ત્રિદિવસીય કાર્યક્ર્મ યોજશે. જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા અને ધજા યાત્રાનું આયોજન કરાયું છે.