સુરતમાં બેફામ આવતી કારે ડિવાઇડર કૂદી 5 વાહનને અડફેટે લીધાં, 6 લોકોને ઉડાવ્યા, 4ને ઇજા, જેમાં બે નાં મોત

Spread the love

 

સુરત

સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિવારજનના જણાવ્યા મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતાં. કારની સ્પીડ 130-150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું. હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.  ઈજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ગંભીર હાલતમાં છે, જેમાં બેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.

આ ઈજાગ્રસ્ત પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના શિહોરના આંબળા ગામનો છે. હાલ સુરતમાં ઉત્રાણના રાધે રો હાઉસમાં રહે છે.  દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલિયા (ઉં.વ.37), તેમનાં પત્ની ધર્મિષ્ઠાબેન (ઉં.વ.28) અને પુત્ર યજ્ઞ (ઉં.વ.5)ને ગંભીર ઈજા પહોંચી છે. મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નાં સારવાર મળે એ પહેલાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલાં વાહનોનો પણ કડુહલો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.

ઘટનાસ્થળે પહેલા પહોંચનાર મગનભાઈ સૂતરિયાએ જણાવ્યું હતું કે અમને ફોન આવ્યો હતો કે તમારાં પરિવારજનોનો અકસ્માત થયો છે. હું બ્રિજ પર પહોંચ્યો ત્યારે મને પોલીસવાળા જવા દેતા ન હતા. તમામ લોકોને ત્યાં અટકાવી દેવામાં આવ્યા હતા. એના પગલે અમે આગળથી યુ-ટર્ન લઈને ગયા હતા, ત્યારે બાઈકોની હાલત જોતાં ખૂબ જ ગંભીર માહોલ હતો. પહેલી નજરે જ એવું લાગ્યું કે આ અકસ્માતમાં જે અડફેટે આવ્યા છે તે કોઈ બચ્યું જ નહીં હોય! આગળ જતાં અમારા પરિવારના બે લોકો ગંભીર હાલતમાં હતા અને એક તો ત્યાં જ મરી ગયો હતો. તેના નાના ભાઈ બચી શકે એવી હાલત હતી એટલે તેને લઈને જતાં હોસ્પિટલમાં તેનું પણ મોત થયું. જે કાર પૂરપાટ આવેલી હતી એ ખૂબ જ તૂટી ગઈ હતી. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ. મહેશભાઈ સાપોલિયા (મૃતકોના પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે મારા બંને ભાઈ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને મારા બંને ભાઈ સહિત અન્ય ચારને અડફેટે લીધા હતા. આ કારચાલકો અને એમાં સવારે તમામે ડ્રિંક કરેલું હતું અને કારની સ્પીડ 130થી લઈને 150 સુધીની હતી. આવી રીતે કાર ચલાવનારા સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. અમારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે, પણ બીજાનો પરિવાર ન થાય એ રીતે કાર્યવાહી કરવી જોઈએ.

મળતી માહિતી પ્રમાણે, મૂળ ગીર સોમનાથ અને સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરિયામાં 48 વર્ષીય અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા પરિવાર સાથે રહેતા હતા. અશ્વિનભાઈ નાના ભાઈ કમલેશ, પત્ની, એક દીકરો અને એક દીકરી સાથે અહીં રહેતા હતા. અશ્વિનભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતાં, જ્યારે કમલેશભાઈ નોવેલ્ટીની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતા હતા. આ પરિવાર પહેલાં ધરમનગર રોડ પર રહેતો હતો. બાર દિવસ પહેલાં જ અહીં ફ્લેટ રાખ્યો હતો અને અહીં રહેવા આવ્યા હતા. ગઈકાલે (7 ફેબ્રુઆરી) અશ્વિનભાઈ અને તેના ભાઈ કમલેશ બંને મોટા વરાછા ખાતે એક સંબંધીના લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આઉટર રિંગરોડ પર આવેલા વાલકબ્રિજ પરથી પસાર થતા સમયે સામેથી આવતી એક કાર ડિવાઇડર કૂદીને તેમની તરફ આવી હતી અને તેમને અડફેટે લઈ લીધા હતા. અશ્વિનભાઈ અને કમલેશભાઈની બાઈકને અડફેટે લેતાં દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અશ્વિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કમલેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે જ અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com