સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશનમાં વેલ્ડિંગ કામગીરી સમયે ધાબા પર આગ, ફાયરની ગાડીઓએ બે કલાક ભારે જહેમતથી કાબૂ મેળવ્યો

Spread the love

સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશનમાં વેલ્ડિંગ કામગીરી સમયે ધાબા પર આગ લાગી,

ફાયરની 14 ગાડીએ બે કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

અમદાવાદ

અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 14 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડને સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ, વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લાકડામાં આગ લાગી હતી. એ બાદ પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.  બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ, સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટના એક ભાગની છત પર આજે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગનાં કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હશે. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી છે અને પરિસ્થિતિ હવે કાબૂમાં છે. NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

અમદાવાદ ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે સાબરમતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈટ પર વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. એના પગલે સૌપ્રથમ સાબરમતી અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ શાહપુર, નવરંગપુરા, મણિનગર, જમાલપુર સહિતની ગાડીઓ મળી કુલ 14 ફાયરબ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ પર ધાબાનું સેન્ટિંગ ભરાવવાનું કામ ચાલતું હતું. લાકડાની સીટ ટેકા રૂપે મૂકીને બાંધકામ ચાલી રહ્યું હતું, એ દરમિયાનમાં વેલ્ડિંગના તણખા ઊડતાં આગ લાગી હતી. ખુલ્લો ભાગ અને લાકડું હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબૂમાં લેવાઈ હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે હાલ બે ગાડી ઘટનાસ્થળે રાખવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com