આઇબી વાઘેલા ટુર્નામેન્ટ નું સેક્ટર ૧૧ ખાતે ભવ્ય આયોજન

Spread the love

 

જીજે ૧૮ બાર એસો, ડીસ્ટ્રી બાર.એસો, દ્વારા જિલ્લાના વકીલો દ્વારા ક્રિકેટ મેચનું ઓપનીંગ કરવામાં આવ્યું

ગાંધીનગર

રાજ્યમાં હમણાં આરોગ્યનો પવન ફૂંકાયો છે, આખો દિવસટ્રેસમાં રહેતા હોય તો હવે ટેસમાં રહીએ તેમ જીજે ૧૮ બાર એસોસિએશન તથા ડિસ્ટ્રીકટ બાર એસોસિયન દ્વારા જિલ્લાના વકીલો દ્વારા આજરોજ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે આજરોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ. આઈ. ભટ્ટ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. ડી. મહેતા તથા ભાજપના અગ્રણી આઈ. બી. વાયેલા દ્વારા મેચનું ઓપનીંગ કરવામાં આવેલ તેમજ બી.આર. શર્મા, અતુલભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ રાવલ, સુનિલભાઈ રાઠોડ, શ્યામલભાઈ દેસાઈ, પ્રતીકસિંહ ગોહિલ, કરણસિંહ ગોહિલ, સંદીપસિંહ વાઘેલાથી લઈને અનેક વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, કલોલ ભાર એસોસિએશનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નગર સેવક પોપટસિંહ ગોહિલ તથા રાજેન્દ્રસિંહ વાઘેલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમજ ગાંધીનગર બાર એસોસીએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ તેમજ ડિસ્ટ્રીક બાર એસોસીએશનના પ્રમુખ લાલસિંહ ગોહિલ દ્વારા પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તથા મહામંત્રી ઈ.૩. જાની દ્વારા ભારે જહેમત કાર્યક્રમ સફળ બનાવવામાં ઉઠાવવામાં આવી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *