ભૂમાફિયાઓ દ્વારા ખેડૂતની જમીનમાં કબજો મેળવવા ધોળા દિવસે કરેલા આંતકવાદ બાદ પોલીસનો ધમધમાટ
ગાંધીનગર
રાજ્યમાં જીજે ૧૮ ની જમીનોના ભાવ એટલા બધા વધી ગયા છે, કે લોકો સરકારી જમીનોથી લઈને જે ખેડૂતોની જમીનો હજી સુધી વેચાઈ ના હોય અથવા કોઈ પ્રશ્ન ચાલતો હોય તો લંગસ નાખી દે પછી કાયદાનું હોય કે દાદાગીરીનું ત્યારે અંબાપુર ખાતે આવેલા એક ખેતરમાં નારશ ચતુરભાઈ પટેલ, નિતેશ બળદેવભાઈ પટેલ અને અજાણ્યા સાત જેટલા સખ્યો હોવાનું સાથે ખેડૂત એવા ફરિયાદી શિલ્પાબેન વિષ્ણુજી ઠાકોર, રઈબેન સંદીપજી ઠાકોર દ્વારા ફરિયાદ લેખિતમાં આપેલ છે, ત્યારે આ પ્રશ્નો એસપીને રજૂઆત કરતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર GJ-18 ની અંબાપુર ખાતેની જૂના સર્વે નંબરથી જમીન આવેલી છે. જેનો આવેલા નંભર પણ કાળવવામાં તે ખેતીની વડીલો પાર્જીત છે, ત્યારે આ જમીનમાં ઘૂસણખોરી કરીને તારીખ-૩૦-૧-૨૦૨૫ ના રોજ ફરિયાદીના ખેતરમાં મેલડી માતાજીના મંદિરમાં દર્શન કરતા હતા. ત્યારે બપોરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે આરોપીઓ જેમના નામ દર્શાવ્યા છે. તેમાંથી નિર્દેશ બળદેવભાઈ નારણભાઈ ચતુરભાઈ મર્સડીઝ સફેદ કલરની ગાડી તેમજ હોન્ડા અમેઝ સાથે સાત વ્યક્તિઓ એવા ઈસમો સાથે ધાતક અને મારક એવા તીક્ષણ હથિયારો સાથે મંદિર પાસેની જમીનમાં આવીને જોરથી બૂમો પાડવા લાગેલ અને જમીનનો કબજો લેવા આવ્યા છે. તથા મહિલાના પતિ વિષ્ણુજીને જાનથી મારી નાખવાનું કહી ધમકીઓ આપેલ ત્યારે વિષ્ણુજી દર્શન કરવા પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આરોપીઓ દ્વારા દહેશયનો માહોલ ઊભો કરીને ખેતરમાં ગાયો માટે પકવેલ ચારપૂરો એરંડાનો પાક લીમડાના ઝાડ આશરે ૧૦ જેટલા ઝાડવા બાળી નાખેલ હતા ત્યારે આરોપીઓ દ્વારા જમીનનો કબજો અને ભોગવટો ખોટી રીતે પડાવવાના પ્રયત્ન કરી રહ્યા હોવાનું અરજીમાં જણાવ્યું છે, ત્યારે હાલ આ કેસ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે આગ લાગતા બે ગાડી ફાયર બ્રિગેડની પણ બોલાવવામાં આવી હતી અને પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું.
ફરિયાદી દ્વારા વધુમાં અરજીમાં જણાવેલ કે અમો અત્યારે દહેશત અને ડરથી જીવી રહ્યા છીએ, અમારી જમીન વડીલો પાર્જીત છે. ખેતીની જમીનમાં વર્ષોથી કબજો મેળવવા હુમલા કરે છે, અને કેસ પાછા ખેંચી લેવાની ધમકી આપતા આખરે પોલીસ સુધી ફરિયાદ કરીને ન્યાય અપાવવા માંગ કરી છે. આ બાબતે એસપીને રજૂઆત કસતા આ કરિયાદની તપાસ ડીવાયએસપી કલાના અધિકારીને સોંપવામાં આવી છે, હાલ તો આરોપીઓના જેમના નામ ફરિયાદીએ લખાવ્યા છે, તે મોટાભાગના ગાયબ થઈ ગયા છે. તેમાં એક આરોપી વિદેશ ભાગી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે વાદવિવાદ અને કોઈની જમીનમાં ગેરકાયદેસર પુસણખોરી કરનારા તત્વો હમણાં વધી ગયા છે, જમીનોના ભાવ વધતા આવે, ભુમાફિયાઓ જમીનમાં ઘુસણખોરી કરીને કાયદાના નવા અંડાગંડાની જાળમાં ફસાવવા અનેક દાવપેચના લંગસિયા નાખતા હોય છે. ત્યારે ૧૦ જેટલા ઝાડવા લીમડાના બાળી નાબતા, આ તત્વો સામે ફોરેસ્ટ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાવો જોઈએ તેવી માંગ ઉઠી છે. ત્યારે ઝાડવાઓને આગ લગાડી ત્યારે ફાયર બ્રિગેડને પણ ભોલાવી પડી હતી, હાલ આ પરિવાર દઔરાતમાં જીવી રહ્યું છે, પણ હા એસ.પી.ને રજૂઆત બાદ તપાસનો ધમપમાટ શરૂ થઈ ગયો છે.
ડીવાયએસપી તથા પોલીસના કાફલા સાથે જે તે જગ્યાની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે, હાલ જેઓના નામ ફરિયાદીએ આપ્યા છે, તેમાં મોટાભાગના અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે, અને એક આરોપી વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચા છે