અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત આસપાસના અનેક વિસ્તારોના લોકોને ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી

Spread the love

કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે નેશનલ નહિ બલકે ઈન્ટરનેશનલ લેવલ પર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું : હર્ષ સંઘવી

અમદાવાદ

વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન યોજાયા હતા. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પુરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઈમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું. અમદાવાદમાં આયોજિત આ કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ મહત્ત્વની રહી હતી અને અમદાવાદ પોલીસની આ જ  કામગીરીને બિરદાવવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ ખાતે ઉપસ્થિત રહીને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને બિરદાવતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ લેવલનો કોન્સર્ટ જયારે અમદાવાદ શહેરમાં યોજાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ટ્રાફિક કે પછી અન્ય પ્રકારની અનેક સમસ્યાઓ કે સવાલો ઊભા થતા હોય છે, પણ બે દિવસના આ કોન્સર્ટમાં કોઈપણ પ્રકારની અગવડવગર અમદાવાદ પોલીસે નેશનલ નહિ, બલકે ઇન્ટરનેશનલ લેવલ પર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે અને એક નવો ઈતિહાસ રચ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ઇન્ટરનેશનલ લેવલનો આ કોન્સર્ટ જોવા લાખો લોકો આવ્યા હતા. કોન્સર્ટના બે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે અમદાવાદ પોલીસના તમામ સિનિયર અધિકારીઓએ પણ રસ્તાઓ ઉપર આવીને ટ્રાફિકની વ્યવસ્થા સંભાળી હતી, જેથી આ પ્રકારનું રિઝલ્ટ આપણને સૌને મળ્યું છે. આ બે દિવસીય કોન્સર્ટ થકી ઊભી થયેલી રોજગારી અંગે વાત કરતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ આયોજિત આ કોન્સર્ટ થકી રૂ. ૪૦૦ કરોડનો બિઝનેસ થયો છે. એટલું જ નહિ. ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રીએ પોલીસ અધિકારીઓને મહત્ત્વપૂર્ણ સૂચન આપતા કહ્યું કે, સમગ્ર અમદાવાદ પોલીસની ટીમે આ પ્રકારના સફળ આયોજનની એક જી તૈયાર કરવી જોઈએ, જેથી આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આવા કોન્સર્ટ કે ઇવેન્ટનું આયોજન થાય ત્યારે આ એસઓપી એ વખતે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ કોન્સર્ટ દરમિયાન અમદાવાદ પોલીસ, સ્ટેડિયમ મેનેજમેન્ટ સહિતના વિભાગો દ્વારા કરવામાં આવેલી સહરાનીય પહેલને બિરદાવતા શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કોન્સર્ટ દરમિયાન પોલીસ પરિવારને પણ માન-સન્માન મળ્યું છે. આ પ્રકારના કોન્સર્ટમાં જ્યારે પોલીસ બંદોબસ્તમાં હોય ત્યારે તેમના પરિવારને પણ આમંત્રણ આપવાની એક સહરાનીય પહેલ કરવામાં આવી છે, જે ખૂબ પ્રશંસનીય છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.