૨૭ વર્ષ પછી દિલ્હીમાં BJP સરકાર:૭૦ સીટમાંથી ૪૬ પર આગળ,
મનિષ સિસોદિયા ચૂંટણી હાર્યા; મોદી સાંજે ભાજપ કાર્યાલય જશે
દિલ્હી
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના ૨ કલાક પછી ચૂંટણી પંચના આંકડા મુજબ, ૭૦ બેઠકો માંથી, ભાજપ ૪૬ બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) ૨૪ બેઠકો પર આગળ છે. વલણો આવ્યા પછી દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોડી સાંજે ૭ વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. ભાજ૫ ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ પહેલાં, ૧૯૯૩માં ભાજપે દિલ્હીમાં સરકાર ભનાવી હતી. ત્યારે ભાજપે ૫ વર્ષમાં ૪૯ બેઠકો જીતી અને ૩ મુખ્યમંત્રી બદલ્યા હતા.ટ્રેન્ડમાં, AAP કન્વીનર કેજરીવાલ નવી દિલ્હી ભેઠક પર ૧૮૦૦ મર્તાથી પાછળ છે.
ભાજપના પ્રવેશ વર્મા આગળ છે. તો બીજી તરફ, મનીષ સિસોદિયા જંગપુર સીટ પરથી હારી ગયા છે. તેઓને ભાજપના તરવિન્દર સિંહ વકીલે હરાવ્યા છે. કાલકાજી બેઠક પરથી આતિથી ભાજપના રમેશ બિપુરીથી ૨.૮૦૦ મતોથી પાછળ છે. ગ્રેટર કૈલાશ બેઠક પરથી સૌરભભારદ્રાજ ભાજપના શિખા રાયથી ૨૭૨૧ મતોથી પાછળ છે. બાબરપુર બેઠક પરથી ગોપાલ રાય ૨૦૭૫૦ મતૌથી આગળ છે. અહીં ભાજપના અનિલ વિશષ્ઠ બીજા સ્થાને છે. બલ્લીમારન બેઠક પરથી ઇમરાન હુસૈન ૧૫૩૦૨ મતોથી આગળ છે. ભાજપના કમલ ભાગરી બીજા સ્થાને છે. સુલતાનપુર મઝરા ભેઠક પરથી મુકેશ અહલાવત ૬૮૭૨ મતોથી આગળ છે. ભાજપના કરમ સિંહ બીજા સ્થાને છે.નાંગલોઈ જાટ બેઠક પરથી રાધવેન્દ્ર શૌકીન ૧૦૭૪૫ મતોથી પાછળ છે. ભાજપના મનોજ શૌકીન અહીં આગળ છે.