દિલ્હી
દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા એક મોટું એકશન લેવાયું હતું. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સચિવાલય સિલ કરી દેવાનો આદેશ અપાયો હતો તથા અધિકારીઓને તાબડતોબ ત્યાં પહોંચવાનો આદેશ અપાયો હતો. દિલ્હી સરકારના સામાન્ય વહિવટીય વિભાગ દ્વારા જારી આદેશમાં આવું કહેવામાં આવ્યું હતું. નોટીસમાં એવું કહેવામાં આવ્યું કે સુરક્ષાને કારણે તથા સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા માટે આવો નિર્ણય કર્યો હતો. સાથે તમામ અધિકારીઓને તાબડતોબ સચિવાલય પહોંચીને સરકારી રેકોર્ડ્સ, કમ્પ્યુટર સહિતના બીજા ઉપકરણોને પોતાના કબજામાં લઈ લેવાનું જણાવાયું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 બેઠકો મળી છે. બહુમતીનો આંકડો 36 છે. ભાજપ હવે પોતાના દમ પર સરકાર રચશે. સૂત્રોએ એવું જણાવ્યું કે હવે આમ આદમી પાર્ટીના કથિત ભ્રષ્ટાચારની ફાઈલો ખુલશે અને કેજરીવાલની મુસીબતમાં વધારો થઈ શકે છે.