નવી દિલ્હી,
શહેરોમાં ખરીદી થોડી ઓછી થઈ ગઈ છે. મધ્યમ વર્ગના પરિવારનું બજેટ થોડું તંગ થઈ ગયું છે. પરંતુ એનો અર્થ એ નથી કે લોકો બિલકુલ ખર્ચ નથી કરી રહ્યા. તેના બદલે, ખર્ચ કરવાની રીત બદલાઈ રહી છે. લોકો FMCG એટલે કે રોજિંદા ઉપયોગની વસ્તુઓના નાના પેકેટ ખરીદી રહ્યા છે. કારણ કે ભાવ વધી ગયા છે. પરંતુ બીજી તરફ, લોકો ઝવેરાત અને ઇલેક્ટ્રોનિક સામાન જેવી ટકાઉ અને મોંઘી વસ્તુઓ ખરીદવા માટે EMI અને સરળ હપ્તાઓનો આશરો લઈ રહયા છે. વિજય સેલ્સના ડિરેક્ટર નીલેશ ગુપ્તા કહે છે કે ૭૫% થી વધુ કન્ઝ્યુમર ડયુરેબલ્સ EMI પર ખરીદવામાં આવી રયા છે. ૫ વર્ષ પહેલાં આ આંકડો ૫૫ થી ૬૦% હતો. મોંઘા ઉત્પાદનોની માંગમાં વધારો: પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના એમડી ફુમિયાસુ ફુજીમોરી કહે છે કે સરળ ફાઇનાન્સ અને ઓછી EMIને કારણે, મધ્યમ વર્ગ હવે મોંઘા ઉત્પાદનો ખરીદવા સક્ષમ છે. તેમનું કહેવું છે કે લોકો IoT વાળા સ્માર્ટ ઉપકરણો, ઇન્વર્ટર એસી અને ટોપ લોડ વોશિંગ મશીન ખરીદી રહયા છે. થિંક ટેન્ક PRICE અનુસાર, વાર્ષિક ૫ લાખથી 30 લાખ રૂપિયાની કમાણી કરતા પરિવારો મધ્યમ વર્ગમાં આવે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને બ્રાન્ડ્સ ખરીદદારોને EMI પર ઑફર્સ પ્રદાન કરે છે, જેના કારણે આ ટ્રેન્ડ વધી રહયો છે.
નિલેશ ગુપ્તા માને છે કે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવાથી બ્રાન્ડ્સ વધુ સારા EMI વિકલ્પો ઓફર કરી શકશે. નિલેશ ગુપ્તા કહે છે કે કોવિડ પછી, લોકો નવા અને સારા ઉત્પાદનો ખરીદી રયા છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રમુખ એનએસ સતીશ કહે છે કે બજેટમાં આપવામાં આવેલી રાહતને કારણે લોકોના ખિસ્સામાં વધુ પૈસા આવશે. આનાથી શહેરી અને મહત્વાકાંક્ષી ગ્રાહકોમાં મોંઘા ઉત્પાદનોની માંગ વધુ વધશે. પારલે પ્રોડક્ટ્સના વીપી મયંક શાહ કહે છે કે આવકવેરામાં મુક્તિને કારણે લોકો વધુ પૈસા બચાવશે. પરંતુ તેઓ આ પૈસા EMI પર કન્ઝ્યુમર ડયુરેબલ્સ ખરીદવામાં રોકાણ કરી શકે છે. આનાથી FMCG પરનો ખર્ચ ઓછો થઈ શકે છે. EMI ગ્રાહકોને નાના હપ્તામાં ઉત્પાદન માટે ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. EY-Parthenon ના ભાગીદાર અંગુમાન ભટ્ટાચાર્ય કહે છે કે આ વલણ ચાલુ રહેશે કારણ કે મોટાભાગના લોકો પાસે મોટી રકમ ખર્ચવા માટે બચત નથી. રોજગારીનું સર્જન અને પગારમાં વધારો એ વપરાશ વધારવાના વાસ્તવિક ઉકેલો છે. ભટ્ટાચાર્ય કહે છે કે લોકોની આકાંક્ષાઓ વધી રહી છે, પરંતુ પગાર એટલી ઝડપથી વધી રહયો નથી.
જવેલરી કંપનીઓ ઓફર કરી રહી છે : માલાબાર ગ્રુપના ચેરમેન એમપી અહેમદ કહે છે કે માલાબાર ગોલ્ડ જેવી જવેલરી કંપનીઓ સોનાની બચત યોજનાઓ, સરળ ચુકવણી વિકલ્પો અને વિનિમય કાર્યક્રમો ઓફર કરી રહી છે. આનાથી ગ્રાહકો ભાવમાં થતી વધઘટનો સામનો કરી શકે છે અને ખરીદી કરી શકે છે. કેટલીક કંપનીઓ એવી યોજનાઓ પણ ચલાવી રહી છે જેમાં ગ્રાહકો ૧૧ મહિના માટે નાની રકમ જમા કરાવી શકે છે. આ પછી તેઓ કોઈ પણ ચાર્જ લીધા વિના સ્ટોરમાંથી પસંદગીના ઘરેણાં ખરીદી શકે છે. FMCG ક્ષેત્રમાં વાર્તા સંપૂર્ણપણે અલગ છે. પર્સનલ કેર, નાસ્તા અને સાબુ જેવી શ્રેણીઓમાં નાના પેકેટની માંગ વધી રહી છે. લોકો તેમના બજેટનું સંચાલન વધુ સારી રીતે કરવા માંગે છે. સિપ્લા હેલ્થના સીઈઓ અને એમડી શિવમ પુરી કહે છે કે આ વલણ મધ્યમ વર્ગમાં સૌથી વધુ જોવા મળે છે. પ્રીમિયમ સેગમેન્ટમાં પણ લોકો નાના પેકેટ ખરીદી રહ્યા છે. ડીએસ ગ્રુપના કોર્પોરેટ માર્કેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ જૈન કહે છે કે પ્રીમિયમ શ્રેણીમાં ઓછી કિંમતના નો વિકાસ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો સમજદારીપૂર્વક ખર્ચ કરી રહયા છે અને પ્રીમિયમ સેગમેન્ટમાં પણ ઓછી કિંમતના વિકલ્પો પસંદ કરી રહયા છે.
