સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ૨૫% ટેરિફ વસૂલશે : અમેરિકા ટ્રમ્પની જાહેરાત

Spread the love

વોશીંગ્ટન,

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (નવમી ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ટેરિફ લાદવાની યોજના છે. આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે. સુપર બાઉલમાં હાજરી આપવા માટે ફલોરિડાથી ન્યૂ ઓર્લિયન્સ જતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ પર ૨૫ ટકા ટેરિફ લાગશે. એલ્યુમિનિયમ પર પણ આ વેપાર દંડ લાગશે.’ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, ‘જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે. જો અન્ય દેશો અમારી પાસેથી ૧૩૦ ટકા ડયુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોઈએ, તો આ પરિસ્થિતિ હવે વધુ સમય સુધી ચાલુ રહી શકે નહીં. અમારે વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે.’ આ નિર્ણય ખાસ કરીને કેનેડા અને મેક્સિકો જેવા દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે, જે અમેરિકાના વેપાર ભાગીદાર છે. કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટુડો હાલમાં પેરિસમાં છે, જ્યાં તેઓ એક હાઇ-પ્રોફાઇલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે રાત્રિભોજન પછી, તેમણે ટ્રમ્પના ટેરિફ પ્રસ્તાવ પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *