નવી દિલ્હી,
લગ્ન દુલ્હા-દુલ્હન માટે ખાસ પળ હોય છે. લગ્નમાં ઘણા લોકો અલગ-અલગ ભૂમિકા ભજવે છે. મામા દુલ્હનને લગ્ન મંડપમાં લાવે છે, માતા-પિતા કન્યાદાન કરે છે, અને બીજા લોકો ઘરકામના નાના-મોટા કામોમાં કપલની મદદ કરે છે. પંડિતજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે આ લગ્ન યોગ્ય રીતે પૂર્ણ થાય. પંડિતજી ત્યાં સુધી વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતા રહે છે જ્યાં સુધી કપલ સાત ફેરા પૂર્ણ ન કરે. પતિ-પત્નિ વચ્ચે અનબન થાય ત્યારે પંડિતજી મંગલાષ્ટકનો પાઠ કરે છે. ત્યારબાદ ઘણા અન્ય લોકો પણ મંગલાષ્ટક જપમાં જોડાય છે અને તેમના કૌશલ્યને દર્શાવવાનો પ્રયાસ કરે છે. આવા જ એક પંડિતજીનો વીડિયો વાઇરલ થઈ રહયો છે.
વીડિયોમાં દુલ્હા-દુલ્હન અને પંડિતજી વચ્ચે એક નાની નોકઝોક અને મજેદાર ડાયલોગ વાઇરલ થઈ રહ્યો છે. પંડિતજી વૈદિક મંત્રો વાંચી રહયા છે જ્યારે પતિ દુલ્હનની આંગળીમાં રિંગ પહેરાવવાનો પ્રયાસ કરે છે. રિંગ દુલ્હનની આંગળીમાં બરાબર ફિટ નથી થઈ. પંડિતજી આ આખી ઘટના જોઈ રયા છે. પછી વાતાવરણને થોડું હળવું અને વધુ મજેદાર બનાવવા માટે પંડિતજી મંત્ર વાંચતા વાંચતા એક ખૂબ જ મજેદાર જોક કરે છે, જેને સાંભળી લગ્નમાં હાજર લોકો હસી પડે છે. તમે પણ વાઇરલ વીડિયોમાં જોઈ શકો છો કે આખરે શું થયું…
વાઇરલ વીડિયોમાં, આશના અને શિવા નામના કપલ લગ્ન કરી રહ્યા છે. આ દરમિયાન રિંગ દુલ્હનની આંગળીમાં બરાબર ફિટ નથી થતી તો પંડિતજી મંત્ર જેવા લહેજામાં અંગ્રેજીમાં કહે છે, “તેને જિમ જવાની જરૂર છે.” અને લોકો હસવા લાગે છે. આ સાંભળી તમે પણ હસ્યા વિના રહી શકશો નહીં. ઘણા લોકો વજન વિશે વાત કરતી વખતે ગુસ્સે થઈ જાય છે. પરંતુ, આ કપલે પંડિતજીના જોકને દિલ પર નથી લીધો, જેની તમે ચોક્કસ પ્રશંસા કરશો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @aashhoudit અને @mrshivaoudit પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે. “મારા લગ્ન સમારોહનો સૌથી યાદગાર ભાગ” વીડિયો જોયા બાદ નેટિઝન્સ પણ મજેદાર કોમેન્ટ્સ કરતા નજરે પડે છે