પાટણ,
ચાણસ્માના વડાવલી ગામે એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં ૫ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ પાંચેય લોકોના મોત તળાવમાં ડૂબી જવાને કારણે થયા છે. જેથી મૃતકોના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનામાં માતા-પુત્ર સહિત અન્ય બે લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પરિણામે આ ઘટના હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ઘટનામાં માતા, પુત્ર અને પુત્રી સહિત અન્ય બે વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બકરા ચરાવવા ગયા હતા તે સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો પ્રથમ એક બાળક તળાવમાં ડૂબ્યો હતો. જેને બચાવવા જતા મહિલા સહિત અન્ય ૩ લોકો પણ ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે.
તમામ મૃતકો લઘુમતી સમાજના વ્યક્તિઓ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તમામ લોકોના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલની બહાર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. એક સાથે ૫ વ્યક્તિના મોત થવાથી સમાજ સહિત ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સાથે જ લોકો આ ઘટનાને લઈને ચોકી ગયા છે. ઉલ્લેખનીય છે કે ચાણસ્માના વડાવલી ગામે આ ગોઝારી ઘટના બની છે. જેમાં તળાવમાં ડૂબી જવાને કારણે ૫ લોકોના મોત થયા છે. ઘટનામાં માતા, પુત્ર અને પુત્રી સહિત ૨ લોકોના મોત થયા છે. જેમાં બકરા ચરાવવા ગયા હતા તે સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પ્રથમ એક બાળક તળાવમાં ડૂબ્યો હતો જેને બચાવવા જતા મહિલા સહિત અન્ય ૩ લોકો પણ ડૂબ્યા અને તમામના કરુણ મોત નિપજ્યા છે.