પ્રયાગરાજ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ગંગાની પૂજા કરશે અને આરતી કરશે. આ પછી તે અક્ષયવટ અને લેટે હનુમાન મંદિરે દર્શન-પૂજા કરશે. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે ૯.૩૦ વાગ્યે બામરૌલી એરપોર્ટ પર ઉતર્યું. અહીં રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ અરેલ પહોંચ્યા, પછી બોટમાં બેસીને સીએમ યોગી અને રાજ્યપાલ સાથે સંગમ પહોંચ્યા અને સ્નાન કર્યું. રાષ્ટ્રપતિ સાંજે ચાર વાગ્યા સુધી પ્રયાગરાજમાં રહ્યા હતાં. દ્રૌપદી મુર્મુ દેશના બીજા રાષ્ટ્રપતિ છે જે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી છે. આ પહેલા ૧૯૫૪માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં સ્નાન કર્યું હતું.