વડોદરાથી પરત ફરતી સમયે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદના જૈન પરિવારને અકસ્માત નડ્યો
અમદાવાદ-વડોદરા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ધૂસી જતા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે કારમાં સવાર બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. બંને બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર દંપતી અમદાવાદના શાહીબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે. -ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના શાહીબાગમાં રહેતો પરિવાર ગત મોડી રાતે એમજી હેક્ટર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો.બરોડથી એક્સપ્રેસ હાઈવે રોડ પર પતિ-પત્ની અને તેમના બે બાળકો ગાડીમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એમજી હેક્ટર ગાડી ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ટકરાઈ હતી. જેના કારણે ગાડીમાં બેઠેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારને પણ જાણ કરી” -ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ૧૦/૦૨/૨૫ના સવારે ૩:૩૭ વાગ્યા પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે ૫૦૦ મીટર વડોદરા તરફથી ફોરવ્હીલ ચાલક વિશાલ ગણપતલાલ જૈન (ઉ.વ.-૩૬ રહે. મ.નં.૪ મપુર ફલેટ, જૈન કોલોની, તેરાપન ભવન પાસે, શાહીબાગ, અમદાવાદ)એ पोतानी शेरधील GJ-01-WR-0789ને પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી હતી. પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેમની ગાડીની આગળ જતા આઇસર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. મૃતકની ફોરવ્હીલ આઇસરની પાછળ અંદર ધૂસી જતા કારચાલક અને તેમની પત્ની ઉષાબૈન (ઉ.વ.૩૪)ના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર બંને પતિ-પત્રીના મોત નીપજ્યા હતા.