નારાયણા હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત એક અનોખા ફેશન શોમાં કેન્સર પીડિતોએ રેમ્પ વોક કર્યું

Spread the love

અમદાવાદ

નારાયણા હોસ્પિટલ અમદાવાદ, એક અગ્રણી આરોગ્યસંભાળ સંસ્થા છે. જે કેન્સર જગૃતિ અને સ્વસ્થ થયેલા લોકો માટે સહાયમાં તેના અગ્રણી પ્રયાસોની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. અમોર ડિઝાઈન ઇન્સ્ટિટયુટ સાથેના એક અનોખા સહયોગમાં, હોસ્પિટલે તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરાયેલા કપડાં સાથે રેમ્પ વોક નું આયોજન કર્યું હતું, જે કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારવામાં આવ્યા હતા. કેન્સર સર્વાઈવર, ડોકટરો અને અૌર ડિઝાઈન ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકમાં ભાગ લીધો હતો જેથી આ રોગ વિશે વધુ જાગૃતિ ફેલાવી શકાય અને કેન્સર સર્વાઇવર્સસો એ આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કર્યું દરેક વસ્ત્રો ફક્ત સ્ટાઇલિશ જ નહોતા, પણ આશા અને પ્રેરણાના શક્તિશાળી સંદેશો પણ આપતા a celebral these,
હતા.

નારાયણ હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જિકલ ઓકોલોજીની ટીમના સભ્ય ડૉ. મનીષ સાધવાણી, સર્વાઈવર સપોર્ટના મહત્વ પર ભાર મુકક્યો Xકેન્સરની સારવાર શારીરિક અને ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે. સ્વસ્થ થઈગયેલા લોકો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તેઓ એકલા નથી, અને કેન્સર પછી પણ જીવન છે. નારાયણા હોસ્પિટલ અમદાવાદના ફેસિલિટી ડિરેક્ટર શ્રી હેમંત ભટનાગરે પણ આ જ ભાવના વ્યક્ત કરી હતી અને કેન્સરના દર્દીઓ માટે સહાયક વાતાવરણના મહત્વ પર ભાર મૂકયો હતો. *નારાયણા હોસ્પિટલ અમદાવાદમાં, અમે ફક્ત રોગ જ નહીં, પરંતુ
વ્યક્તિની સંપૂર્ણ સારવાર કરવામાં માનીએ છીએ.

અમોર ડિઝાઈન ઇન્સ્ટિટયુટના ઓનર અને ડિરેક્ટર શ્રી સમીર પાલકીવાલાએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હોસ્પિટલની પ્રશંસા કરી. અને તેમણે ટિપ્પણી કરી, ×કેન્સર ફક્ત શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ અસર કરે છે. દર્દીઓની યાત્રાઓમાં જાગૃતિ લાવીને અને તેમનું સન્માન કરીને, અમારું લક્ષ્ય અન્ય લોકોને આશા અને સકારાત્મકતાથી પ્રેરણા આપવાનું છે.”’ નારાયણા હોસ્પિટલ અમદાવાદ અત્યાધુનિક સુવિધાઓ અને દર્દીઓના પરિણામો સુધારવા માટે સમર્પિત પ્રતિભાશાળી ટીમ સાથે કેન્સર સંભાળમાં અગ્રેસર રહેવાનું ચાલુ રાખે છે. કેન્સર જાગૃતિ અને સર્વાઈવર સપોર્ટ પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતા એ બધાને સુલભ, ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ પૂરી પાડવાના તેના મિશનનો પુરાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *