અમદાવાદ
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. શહેરના મેમનગર પાસે નબીરાએ બેફામ વાહનચાલકે ૬ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જયો છે. ચિંતન પરીખ નામના કાર ચાલક યુવાને અકસ્માત સર્જયો છે. પોલીસે તેની અટકાયત કરી છે. જ્યાં અમદાવાદ શહેરમાં મેમનગર વિસ્તારમાં આજે સવારે જોરદાર અકસ્માત સર્જાયો છે. નબીરાએ બેફામ વાહન ચલાવી એક બાદ એક ૨ રાહદારી, ૩ ટુ-વ્હિલર, ૩ કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલા અને એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત થતાં રસ્તા પર લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. તુરંત જ ટ્રાફિક પોલીસને અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે આરોપી યુવાન ચિંતન પરીખની અટકાયત કરી છે, આરોપી ચિંતન પરીખ મેમનગરનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જયારે કાર માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું સામે આવ્યું છે.
