માણસા
ઓપનિંગ વખતે માણસા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલ ભાઈ પટેલ. ગોવિંદભાઈ એ. પટેલ. તેમજ ભારતીય જનતા પાર્ટી માણસા શહેર ના પ્રમુખશ્રી શશીકાંત ભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી ના માણસા શહેર ચૂંટણી પ્રચાર સમિતિ ના સભ્યો અને ભારે જનમેદનીની હાજરીમાં કાર્યાલય નુ ઓપનિંગ કરવા માં આવ્યું. સર્વે પ્રથમ પ્રસંગને અનુરૂપ ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવાર ને પેનલ ટુ પેનલ વોટ આપી અપાવી ભારે અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી. ત્યાર બાદ સૌનો સાથ અને સૌનો વિકાસ. અને સ્વચ્છ માણસા સુંદર માણસા તેમજ સમગ્ર વિશ્વમાં ભારતનુ ગૌરવ વધારનાર આપણા નરેન્દ્રભાઈ મોદી અને માણસાનુ ગૌરવ અને માણસાના પનોતા પુત્રશ્રી અમિતભાઈ શાહના સફળ નેતુત્વમાં અને માણસા નગરની અવિરત વિકાસ યાત્રાને સતત આગળ વધારવા કદમ થી કદમ મિલાવી ઉમેદવારઓને મત આપી અપાવી વિજયી બનાવવાશ્રી જે એસ પટેલ દ્વારા આહવાન કર્યું. અને સભાને સંબોધન કરી. અને માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ દ્વારા આભાર વિધિ અને ઉમેદવારોનો પરિચય આપી સભા પુરી કરી હતી.
