ગુંડા, લુખ્ખા, તત્વોનો આતંક હી આતંક, અનેક વેપારીઓ દહેશતમાં, વરઘોડા પછી પણ ન સુધરતા હવે કડક કાર્યવાહીની માંગ

Spread the love

મેઘાણીનગરમાં રાવણરાઝ? અનેક કેસો છતાં તડીપાર, પાસા હેઠળ કાર્યવાહીની લોકોની માંગ

અમદાવાદ

અમદાવાદ શહેરનાં મેઘાણીનગરમાં રહેતા મહેશભાઈ કલાલ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ટી સ્ટોલ ધરાવી ગુજરાન ચલાવે છે.શુક્રવારે તેમની દુકાને રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો આવ્યા હતા અને કક માંગતા તેમને આપ્યું હતુ. ત્યારબાદ મહેશભાઈએ રૂપિયા માંગતા આ બંનેએ કહ્યું હતું કે, તે મારા અને મારા ભાઈ સામે પોલીસ ફરિયાદ કરી હતી જેમાં મને વકીલનો તેમજ અન્ય ખર્ચ થયો છે તે મને આપી દે અને આ કેસમાં સમાધાન કરી લે. આથી મહેશભાઈએ તેમને માર મારીને દુકાનમાં તોડફોડ કરી હોઈ સમાધાન કરવાનો ઈક્રાર કરતાઆ બંનેએ છરી કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને નુકશાન કરી આ જગ્યાએ ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપી હતી. આ અગાઉ તા૧ ના રોજ પણ આ જ રીતે શ્રવણે સમાધાન કરવા છરી બતાવી ધમકી આપી હતી. અંતે બીજીવખત આ પ્રકારની ધમકી આપતા કંટાળીને વેપારીએ ફરી રાવણ ઉર્ફે કાલુ સૌનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ મહેશભાઈએ ગત તા ૧૯ ડિસેમ્બરે આ જ રીતે દુકાનમાં તોડફોડ કરવા મામલે રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો સહિત ૨૦ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ગત તા. ૨૫ ડિસેમ્બરે પણ રાવણ ઉર્ફે કાલુ સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યના ગૃહમંત્રી ગુંડા લુખ્ખા તત્વોને સીધા ઢોર કરીને કાયદાના ડાયરામાં લાવવા સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મેઘાણીનગરના રાવણ રાજ ગેંગ વેપારીઓને હપ્તાની લઈને દુકાનમાં ભાંગફોડ લૂંટ સુધી પહોંચીને ધમકીઓ આપી રહી છે વરઘોડો કાઢ્યા પછી પણ ન સુધારતા આ તત્વોને તડીપાર પાછા હેઠળ નાખવા લોકોની માંગ ઉઠી ૧૫ દિવસમાં વેપારીની ત્રીજી ફરિયાદ અનેક વેપારીઓમાં ફફડાટ ગુંડા તત્વોને ડામી દેવા કાર્યવાહીની માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *