બિલ્ડરો દ્વારા ટુ બીએચકે બંધ કરતાં અનેક મધ્યમ વર્ગનું સપનું રોળાયું, થ્રી, ફોર, ફાઈવ બજેટ બહાર
ગાંધીનગર
ગાંધીનગર GJ-18 ની જમીનોના ભાવ ઉંચા જતા અને હવે લોકોની ચોઈસ GJ-18 માં રહેવાની વધતા મોટાભાગના બિલ્ડરોએ હવે શ્રી, ફોર, ફાઈવ બીએચકે ની સ્કીમો મુકી રહ્યા છે, ટુ બીએચકે બંધ કરી દેતા અને જરૂરિયાત મંદો એવા મધ્યમ વર્ગ માટે GJ-18 ખાતે મકાન લેવું સપનું થઈ રહ્યું છે, કરવું શું? રાયસણ, રાંદેસણ, કુડાસણ, કોબા ખાતે મોટાભાગની નવી સ્કીમોમાં થ્રી, કોર, ફાઈવ બીએચકે બનાવતા અનેક લોકોનું સપનું રોળાયું છે, મધ્યવર્ગની વ્હારે હવે દાદાની સરકાર આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે, હવે ગુડા, મનપા કે પછી સરકારી તંત્ર દ્વારા ટુ બીએચકે અને શ્રી બીએચકે બનાવે તેવી માંગ પણ ઉઠી છે, ત્યારે સરકારે ગુડા દ્વારા નાના મકાનો બનાવ્યા તેમાં સમાવેશ પરિવારનો થાય તેવો નથી, પરિવાર મોટો થતા વન બીએચકે વેચવાની જરૂર પડી છે, જે ગુડા દ્વારા દસ વર્ષ સુધી વેચી શકાય નહીં, તેઓ નિયમ હતો, પણ નિયમમાં પણ તિકડમબાજી કરીને બીજા નાટકો કર્યા હતા, હવે દસ્તાવેજ કરાવ્યા બાદ નવેસરથી ૧૦ વર્ષ ગણવા જે બિલ્ડરોના લાભાર્થે ગુડા દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ટુ બીએચકે હવે સરકાર બનાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
મધ્યમ વર્ગનું સપનું રોળાયું, ટુ બીએચકે સ્કીમો શહેરમાં હવે પાંખી થ્રી, ફોર, ફાઈવ બીએચકે બજેટ બહાર ગુડા દ્વારા નાના મકાનોમાં પરિવારનો સમાવેશ ન થતાં ટુ બીએચકેની માંગ વધવા પામી, સરકાર મધ્યમ વર્ગ માટે કંઈક કરે તેવી લોકોમાં માંગ,

