દેશમાં ઘણા જ રાજકારણીઓ ચૂંટણી લડીને સત્તા મેળવ્યા પછી પ્રજાજનોને ભૂલી જતા હોય છે .ત્યારે ઘણીવાર એવા પણ રાજકીય સેવા કરવા કે જે પગાર , ભથ્થા, સરકારી વાહનોનો ઉપયોગ ન કરી ને પ્રજાને ભાર ન પડે અને ગાંઠના પૈસા ખર્ચતા હોય એવા લાખો મા માંડ એકાદ કિસ્સો જોવા મળે છે. ત્યારે GJ 18 એવું ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાધર એ બે બકરી છોડાવી પણ બકરી છોડાવવાનું કારણ એ હતું કે, ગાંધીનગર પાસે આવેલા કુડાસણ ખાતેના સીટી પ્લસ થિયેટર પાસે રહેતા ગરીબ શ્રમજીવી મહિલા ધનીબેન દંતાણી ની બે બકરીઓ ગાંધીનગર મહાનગરપાલિકા ની ઢોર પકડ પાર્ટીએ બકરી પકડી લીધી હતી. ત્યારે આ ગરીબ મહિલા જોડે બકરી છોડાવવાના રૂપિયા ન હતા બકરી અને તેના દૂધ ઉપર નિર્વાણ ચલાવતા આ દંપતીએ અનેક મહાનગરપાલિકાને આજીજી કરી પણ બકરી પરત ન આપતા આખરે આ મહિલાએ ડેપ્યુટી મેયર ના ઘરે પહોંચીને પોતે રડવા લાગતા ડેપ્યુટી મેયર પોતે ઘરની બહાર આવીને તમામ વિગતો જાણ થતાં તેમણે તુરત જ આ બકરીને છોડાવવા પોતે સેક્ટર 30 માં આવેલા ઢોરના ડબ્બે ગયા હતા , અને પોતાના ખિસ્સા ના પંદરસો રૂપિયા ભર્યા જેમાંથી 14 00 રૂપિયા દંડ ના અને વધેલા સો રૂપિયા બકરાના ચારા માટે મહિલાને આપીને માનવતાની મહેક પ્રસરાવી હતી
બકરીના બચ્ચા અને બકરી ને લઇ ગયા બાદ ગરીબ શ્રમજીવી ની હાલત કફોડી થાય તે પહેલાં જ શનિવારના દિવસે પવનપુત્ર દંડ ભરીને બકરી પરત અપાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આજે પોતે પગાર, ભથ્થા , તથા સરકારી વાહનો પણ કદી ઉપયોગ કરતા નથી વૃક્ષોના પ્રેમી એવા અનેક નામોથી પોતે પ્રચલિત છે ત્યારે બે બકરી છોડાવી પણ કોઈની આંતરડી ઠારવાની જે કામ કર્યું છે તે તસવીરમાં ગરીબ નો ફોટો ઘણું બધું કહી જાય છે