પોલીસના અનેક રૂપ હોય છે, ત્યારે પોલીસ એટલે હર હંમેશા ટેન્શન અને ટ્રેસમાં રહેતી હોય છે, ક્યાં ફરવા બહારગામ જવું હોય લગ્ન પ્રસંગ હોય પરિવાર સાથે આનંદમય પસાર કરવો હોય તે ખૂબ જ ઓછું આ બધું આ પરિવારને મળે છે, પ્રયાગરાજ એવા કુંભમેળામાં કેટલા પોલીસવાળા ગયા, કેવી રીતે જઈ શકે, ડ્યુટી જોવા જઈએ તો 24 કલાક બંધાયેલા હોય છે, ત્યારે ના જઈ શકીએ તો કાંઇ નહીં પણ નાની મોટી આવી સેવા કરી લઈએ તો કુદરતના ચોપડે પુણ્યનું કામ લખાશે, આજના યુગમાં દીકરા દીકરીને કહો કે શોપિંગથી આ વસ્તુ લાવવાની છે તો વાહન લઈને નીકળી પડે, સાયકલો તો કોઈ અડતું નથી, ત્યારે ડિજિટલ યુગમાં અને તમામ સુખ સુવિધા હોવા છતાં મા બાપને મહા કુંભમાં તેડીને આવતા એવા અનેક શ્રવણકુમારો ધન્ય છે, અનેક સદી પછી આવા ફોટા જોવા મળે છે,