અમદાવાદ-મુંબઈમાં ૧૦૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવશે, માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ
અમદાવાદ
અદાણી ગ્રુપે સસ્તી અને વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટી લોન્ચ કર્યું છે. અમેરિકાની માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ કરી બિન નફાકારક હેલ્થકેર ફેસિલિટી ઉભી કરશે. જે અંતર્ગત સૌથી પહેલા અમદાવાદ અને મુંબઈમાં ૧૦૦૦ ભેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને કૉલેજ બનાવશે ગૌતમ અદાણીની સોશિયલ ફિલોસોફી રહી છે કે, સેવા સાધના છે, સેવા પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે. અદાણી ફેમિલીએ દેશભરમાં એફોર્ડેબલ વર્લ્ડ ક્લાસ મેડિકલ કેર અને મેડિકલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવા આ નિર્ણય કર્યો છે. જેને લઈ અમદાવાદ અને મુંબઈમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસ બનાવવા ₹000 કરોડનું દાન કરશે. ગૌતમ અદાણીની યોજના શહેરો અને નગરોમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ સિટી બનાવવાની યોજના છે. અદાણી હેલ્થ સિટી અંતર્ગત ૧૦૦૦ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ બનાવવામાં આવશે. જેમાં ૧૫૦ અંડરગ્રેજ્યુએટ્સ તથા ૮૦થી વધુ રેસિડન્ટ અને ૪૦થી વધુ ફેલોને એડમિશન અપાશે. જેમાં રિસર્ચ સહિતની અનેક સુવિધાઓ હશે. અદાણી હેલ્થ સિટીનો ધ્યેય તમામ વર્ગના લોકોને મેડિકલ તથા ડોક્ટર્સની ભાવિ પેઢીને ટ્રેનિંગ, ક્લિનિકલ રિસર્ચ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા બાયોમેડિકલ ઈન્ફોર્મેટિક્સ સેવા પૂરી પાડવાનો છે. આ કામ માટે અદાણી ગ્રુપ અમેરિકાની માયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગની પણ મદદ લેશે. માર્યો કિક્લનિક હેલ્થકેર ક્વોલિટી વધારવા માટે ટેકનોલોજી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા એક્સપર્ટ માર્ગદર્શન પણ પૂરા પાડશે. આ અંગે ગૌત્તમ અદાણીએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા મારા ૬૦માં જન્મદિને મને ગિફ્ટ આપવા માટે પરિવારે હેલ્થકેર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ૬૦ હજાર કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો હતો. અદાણી હેલ્થ સિટી અનેક મોટા પ્રોજેક્ટ્સમાનો પહેલો પ્રોજેક્ટ છે. મને આશા છે કે, માયો ક્લિનિક સાથેની અમારી ભાગીદારી વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ બિન નફાકારક મેડિકલ ગ્રુપ પ્રેક્ટિસ દેશના હેલ્થકેર સ્ટાન્ડર્ડને સુધારવામાં મદદ કરશે.
