૧૨ વાગ્યા પછીની એપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારોની કામગીરી થશે, દોઢ દિવસમાં ૪ શહેરોમાં ૩૦૦૦થી વધુ અરજદારો પરેશાન થયા
અમદાવાદ
રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજવી જ રાબેતા મુજબ થશે. ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંયધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. જો કે, દોઢ દિવસ દરમિયાન કામગીરી ખોરંભે ચડતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ૩૦૦૦થી વધુ અરજદારોએ પરેશાનીનો સામનો કરવો પડયો હતો. દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં ૪૦૦થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસાલ આરટીઓ કચેરીમાં પણ ૨૦૦થી વધુ લોકો ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. ટેસ્ટ માટે ૧૨ વાગ્યા પછીની તમામ એપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે રાજકોટના ૨૫ સહિત રાજ્યભરના RTO ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે દોઢ દિવસમાં પ્રઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાઇસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા ૧,000થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે પરમ ધક્કો થયો હતો. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોષ સાથે કામ ચાલુ રાખ્યું હતું. ગઈકાલે ટેક્નિકલ અધિકારીઓએ No Login Day અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. જેને કારણે પ્રઈવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને આજે માસ CLને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી જો કે હવે હડતાલ સમેટાઈ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે.