નવી દિલ્હી:
અમેરિકાના વધતા જતા ટેરીફ -ત્રાસ વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ફ્રાન્સ યાત્રા બાદ હવે પેરિસથી અમેરિકા જવા રવાના થયા છે. શ્રી મોદી સીધા વોશિંગ્ટનમાં જ ઉતરશે. એક તરફ અમેરિકાના આ પાટનગર શહેરમાં હિમવર્ષા અને હિમ તોફાનની ચેતવણી વચ્ચે વડાપ્રધાનને વ્હાઈટ હાઉસ નજીકના બ્લેર હાઉસમાં ઉતારો અપાયો છે. અમેરિકાના પ્રમુખના મહેમાનોને અહીં રહેવાની સુવિધા છે અને વ્હાઈટ હાઉસની નજીક જ છે. જયાથી આગળ વધીને વ્હાઈટહાઉસ પહોંચી શકાય છે. મોદીના આગમન સાથે જ તેઓ એક બાદ એક છ દીપક્ષી બેઠકો-મંત્રણામાં વ્યસ્ત થઈ જશે. ભારતીય સમય મુજબ તેઓ આજે સાંજે વોશિંગ્ટન પહોંચશે અને બાદમાં રાત્રીના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રાઈવેટ-ડીનર લેશે જેનું અત્યંત ડિપ્લોમેટીક મહત્વ છે અને તે પુર્વે કે પછી ઓવેલ ઓફિસમાં મિડીયા સાથે વાતચીત કરશે. અમેરિકી સમય મુજબ તે બુધવારનો પ્રારંભ હશે. પરંતુ સતાવાર મંત્રણાની સાથે બોં નેતાઓની વન-ટુ-વન બેઠક મહત્વની બની રહેશે. ખાસ કરીને જે રીતે ટ્રમ્પે એક બાદ એક આયાતો પર ટેરીફ
લાદયા છે. તેમાં ભારતને પણ આગામી દિવસમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમાં રાહત મેળવવા મોદી કેટલા સફળ થાય છે તેના પર નજર છે. ભારત આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે નવા યુદ્ધ વિમાનો અને તેના ભારતના ઉત્પાદન માટેના સૌદાની પણ રાહ જુએ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વ્હાઈટ હાઉસ કબ્જે કર્યા બાદ તેમને મળનારા વિશ્વવનેતાઓમાં મોદી ચોથા ક્રમે છે.
