આરોપીઓના વરઘોડા સામે ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ, 30 દિવસમાં સુરત સીપીને તપાસ અહેવાલ રજુ કરવા આદેશ

Spread the love

સુરત,

પોલીસ દ્વારા આરોપીઓ રિકન્સ્ટ્રકશનના નામે જે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે તેને જેને લઈને સુરતના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. જે અનુસંધાને 30 દિવસમાં સુરત પોલીસ કમિશ્નરને તપાસ અહેવાલ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે. એડવોકેટ આર.બી.મેંદપરાએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈ પણ વ્યક્તિ સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે. જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો, કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવ્યું નથી કે વરઘોડો કાઢવો, એટલે કે જે આ ગેરકાયદેસરના આ કૃત્ય થયા છે.

પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સતા બહારના જે કૃત્યો 1 જાન્યુઆરી 2025ના રોજ કરી છે. જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાઈ છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી સુરત પોલીસ કમિશ્નરને 30 દિવસમાં તપાસ અહેવાલ રજુ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે રીકન્ટ્રકશન એ એક તપાસનો ભાગ છે એના માટે ન્યુઝ મીડિયાવાળાની જરૂર રહેતી નથી, કે કાયદામાં પણ એવી કોઈ જોગવાઈ નથી કે ન્યુઝ મીડિયા વાળા સાથે રીકન્ટ્રકશન કરવું. એટલે કે આરોપી સ્થળ પર જઈને રીકન્ટ્રકશન પંચનામું કરવામાં આવે છે એટલે એમાં રીકન્ટ્રકશન પંચનામું છે તેમાં પોલીસને અધિકાર છે કે તપાસ કરી શકે પણ ન્યુઝ મીડિયાને લાવીને પબ્લીશ કરીને કરવાની કોઈ જોગવાઈ નથી. વરઘોડાનો શબ્દ કાયદામાં ક્યાંય છે જ નહી, અગાઉ પણ રીકન્ટ્રકશન થયા છે. ભૂતકાળમાં પણ ઘણા ગુના દાખલ થયા છે. ભૂતકાળમાં પણ ક્યાય વરઘોડા કાઢવાની સીસ્ટમ હતી જ નહી અને કાયદામાં પણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *