GJ-18 જિલ્લા રાજપૂત સમાજસેવા ટ્રસ્ટ દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્નની તડામાર તૈયારી

Spread the love

 

પેથાપુર (ગાંધીનગર)

GJ-18 જિલ્લા રાજપૂત સમાજસેવા ટ્રસ્ટ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ તારીખ 16-02-2025 રવિવારના રોજ પેથાપુર મહુડી રોડ એવા પેથાપુર ખાતે 27મો લગ્નોત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી સમારંભના અધ્યક્ષ શંકરસિંહજી વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી સમારંભના અતિથિ વિશેષશ્રીઓમાં બળવંતસિંહ રાજપુત (કેબિનેટ મંત્રી), પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય C.J.ચાવડા, ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, આર્શી વચન આપવા સંતશ્રી રામ સ્વરૂપજી મહારાજ (રાંદેસણ), આ સાથે આમંત્રિત મહેમાનમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય જે.એસ.પટેલ, બલરાજસિંહ ચૌહાણ, અલ્પેશજી ઠાકોર, રીટાબેન પટેલ, લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ચેરમેન ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, કમિશનરશ્રી જે. એન. વાઘેલા, પૂર્વ મેયરશ્રી મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

વધુમાં, લગ્નના વરઘોડિયાઓ જે પ્રભુતાના પગલાં પાડવાના છે, તે તમામને ટોટલ ઘરવખરી આપવામાં આવશે તેવું એક યાદીમાં પ્રમુખ શંકરસિંહ ગોહિલ, એડવોકેટ હરેશ સિંહ વાઘેલા, અધ્યક્ષ લગ્ન સમિતિ મહામંત્રી સંદીપસિંહજી ચાવડા, કન્વીનર દેવેન્દ્રસિંહ ગોલ, સંયોજક શૈલેન્દ્રસિંહ બિહોલા, રાજપૂત સમાજના પ્રમુખ સિધ્ધરાજસિંહ ભાટી સંયોજક બળવંતસિંહ એમ ચાવડા, મહામંત્રી જીલુંસિંહ કન્વીનર ભીખુસિંહ ચાવડા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે તથા કાંઈ પણ તકલીફ વિગત જોઈતી હોય તો સંપર્ક સૂત્ર 9824040153, 9824106746 , 9624796608નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *