ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં કેસરીયો લહેરાયો છે ત્યારે સુરતમાં ૨૭થી તો મહાનગરપાલિકામાં આવતા અને ખાતા ખુલતા હવે ધીરે ધીરે ગુજરાતમાં આપ પાર્ટીનો ટેમ્પો જામવા લાગ્યો છે ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે આમ આદમી પાર્ટી નું સંમેલન યોજાયું હતું ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંમેલન હાઉસફૂલ લાગ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલીયા પણ પધાર્યા હતા આમ આદમી પાર્ટી મનપામાં ૪૪ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા આપ પાર્ટીના કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું.
ગાંધીનગર મનપામાં બેઠકમાંથી ભાજપ શાસન કરી રહ્યું છે ત્યારે અહીંયા બે ટર્મથી પ્રથમ ટર્મમાં કોંગ્રેસને બહુમતી મળી હતી પણ તોડફોડની રાજનીતિથી કોંગ્રેસ થોડા દિવસ સત્તા પર રહી હતી અને પછી કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળી જતાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા ત્યારબાદ બીજી ટર્મમાં કોંગ્રેસ અને ભાજપ ને 16-16ની સીટો મળી હતી ત્યારે કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જતા રહેતા ભાજપ સત્તા પર હાલ છે ત્યારે હવે મનપામાં ત્રિપાંખિયો જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ભાજપ દ્વારા બુથ લેવલ, પેજ પ્રમુખથી લઈને અનેક તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે કોંગ્રેસની લાકડા તલવાર હોય તેમ ચૂંટણી ટાણે લોકો નીકળી પડશે બાકી બુથ લેવલ થી લઈને વોર્ડ પ્રમુખ અનેહોદ્દેદારોમાં હાલ ઝીરો જેવું છે નવી બોડી જાહેર ન કરતા કોંગ્રેસને આ ચૂંટણીમાં ભારે તકલીફ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે મનપાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મામલે ફક્ત એક જ મહિલા પિંકી પટેલ બરાડા પાડે છે પણ કોંગ્રેસ માટે આ બરાડા જો ખરેખર સાંભળવામાં આવે તો પ્રજા સમક્ષ જઇ શકાય ત્યારે વિરોધનો વંટોળ કરવામાં કોંગ્રેસ હવે આળસુ બની ગઈ છે ત્યારે હવે ભાજપને કોંગ્રેસની ચિંતા નથી પણ હવે આમ આદમી પાર્ટી દ્વારા જે ૪૪ ઉમેદવારો ચૂંટણીમાં લડવાની ચર્ચાથી ટેન્શન ભાજપ-કોંગ્રેસને વધશે તેમાં બે મત નથી હા ભાજપને કોંગ્રેસની ચિંતા નથી પણ આમ આદમી પાર્ટીની કરવી પડશે તેમા બે મત નથી ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીને લાઇટમાં લેતા 27 સીટો નું બુલડોઝર ફેરવી દીધું હતું ત્યારે ગાંધીનગર મનપાની વિકાસની સીટોમાં જે ઉમેદવાર જીત્યા છે તેમાં ત્રણ મતથી ઓછામાં ઓછા મતો માં ૪થી ૭ જેટલા છે જેથી આમ આદમી પાર્ટી ભાજપ-કોંગ્રેસમાં મોટા ખાચરો પાડે તેવી શક્યતા સૂત્રો જોઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી 44 સીટો સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડવાની તૈયારીઓ આરંભી દીધી છે બિલ્લી અને કાચબાની ચાલતી ધીરે ધીરે આમ આદમી પાર્ટી નું કદ વધી રહ્યું છે ત્યારે આપ પાર્ટી નો ટેમ્પો જોતા રિઝલ્ટ પણ કલ્પના બહારના આવે તો નવાઈ નહીં.