ગુજરાતના વિકાસ માટે હર હંમેશા વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી એવા અમિત શાહ અબજોની ગ્રાન્ટ આપી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટી થી લઈને અનેક વિકાસના કામોને પ્રાધાન્ય આપવા 100 ટકા ગ્રાન્ટ દિલ્હીથી ગુજરાત આવે છે અને અહીંયા પૂરેપૂરી રૂપાણી સરકાર મહાનગરપાલિકાને ચૂકવે છે ત્યારે ભાજપમાં ઘણા જ હોદ્દેદારો જેઓ પક્ષમાં હોદ્દો લઈને બેઠા છે તે ભાજપને સમર્પિત ખરા, પણ ધંધા માટે ત્યારે કાર્યકર્તા કરતાં રોકડી અને ક્યાં બોકડી ગોતવા તેમનું મનન ચાલતું હોય છે ત્યારે મનપાની પતંગ ખરીદીમાં જીએસટી ને તો ચૂનો લગાવ્યો પણ બિલ પાસ કરનારા પોપટ એવા ગાંધીનગર મનપાની હિસાબ શાખાથી લઈને સ્ટોર શાખાને પણ જયેશ જોરદારે ઉલ્લુ સાથે લલ્લુ બનાવ્યા છે ત્યારે જીએસટી નંબર જ સર્ચ ન થતો હોય ત્યારે આ બિલ પાસ કઈ રીતે થાય અને બીલ માં જે સ્લેબ આવે છે તેટલે માં 5, 12, 18, 28 હોય તો તેના અડધા સ્લેબમાં રાજ્ય સરકાર તથા કેન્દ્રને જીએસટી ભરવાનો હોય છે ત્યારે જયેશ જોરદારની કંપની હવે એવું લાગી રહ્યું છે કે પ્રથમ બિલ બનાવ્યું હોય તેમાં બીલ નંબર પણ એક છે.
ત્યારે જીનલ એન્ટરપ્રાઇઝ ની કંપની સિઝનેબલ ધંધો કરતી હોય તો આ જીએસટી ક્યારે મેળવ્યો ? અને બીજા કેટલા બીલો અન્ય ધંધામાં આપ્યા છે ? તે તપાસનો વિષય છે મેયર દ્વારા પતંગ કોરોનાની જન જાગૃતિ આવે તેવા સારા ઉદ્દેશ્યથી પતંગની ખરીદી કરી અને તેમાં સેનેટાઈઝર બોટલ, માસ્ક અને પતંગ આપ્યા હતા ત્યારે મેયર દ્વારા ઓર્ડર તો આપ્યો તેમાં મેયરનો દોષ નથી પણ વેપારી દ્વારા જે ગફલો કરવામાં આવ્યો છે તેમાં ભાજપના કોષાધ્યક્ષ તરીકે હોદ્દો ધરાવતા અને જીનલ એન્ટરપ્રાઇઝ ધંધો કરતા અને બીલમાં બધી જ પ્રકારની સવલતો પૂરી પાડતાજયેશ જોરદારે ભારે કરી ભાઈ… જે જીનલ એન્ટરપ્રાઈઝ બીલ મૂકવામાં આવ્યું છે તેમાં ચલણ બિલ તારીખ 13 જાન્યુઆરી 2021નું બનાવ્યું છે અને બીલ નંબર 1 છે ત્યારે સિઝનેબલ ધંધો કરતા હોય તો બીજા પતંગો ઉત્તરાયણમાં વેચ્યા છે કે કેમ? હા તો બિલ ક્યાં? ફક્ત અને ફક્ત ગાંધીનગર મનપાને ચૂનો ચોપડવાના અને મનપાની તગડી મલાઈ ખાવા બિલ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે હાતંત્ર કે મેયર દ્વારા ઓર્ડર આપ્યો હશે અને તે કોટેશન જે આપ્યું છે તેમાં કોઈ જ બિલ કંપનીના કોટેશન ના આપ્યા નથી ત્યારે ફક્ત એક કંપનીનો કોટેશન આવ્યું હતું હવે જીએસટીમાં પણ ગફલાવ કરી હોય તેમ 10 ટકા જીએસટી જે ઉધારવામાં આવ્યો છે તેમાં જેસ્લેબ છે તે સ્લેબ થી વિરુદ્ધ એટલે કે પાંચ ટકા જીએસટી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ઉધારેલો છે ત્યારે ખરેખર કાગળ ઉપરકેટલો જીએસટી છે તે ચકાસવાની જરૂર છે અને બીલમાં જે જીએસટી નું બિલ બનાવવામાં આવ્યું છે તે બિલ માં બે વખતે આવતાનથી ત્યારે જીએસટી નંબર પણ સર્ચ થતો નથી ત્યારે જીનલ એન્ટરપ્રાઇઝ બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો છે તેનું ટ્રાન્જેક્શન કેટલું થયું .
તે આયકર વિભાગે રડાર કરવાની જરૂર છે બાકી બિલમાં જીએસટી નંબર નથી થતો તો જીએસટી ભરશે કોણ?સિઝનેબલ ધંધો જે વેપારી કરતો હોય તો બીલ નંબર ઉતરાયણ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાનું બીલ નંબર 1 આવતો હોય તોપછી ઉત્તરાયણમાં ફક્ત અને ફક્ત મનપાની મોટી બોણી કરી છે તે તપાસનો વિષય છે ત્યારે જયેશની જોરદાર કામગીરી સામે પ્રજાતથા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે