નવી દિલ્હી,
લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨૪૦૦થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી ૨૩૫૦ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એમ સરકારે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩ દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ અમલમાં આવ્યો હતો. લોકપાલ સંસ્થાની સ્થાપના થઇ ચૂકી છે અને તે સંપૂર્ણપણે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના આંકડાઓ અનુસાર, લોકપાલે ૨,૪૨૬ ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાંથી ૨,૩૫૦ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં અધ્યક્ષ ઉપરાંત છ સભ્યો છે, જેમાંથી ત્રણ ન્યાયિક સભ્યો છે. કાયદાની કલમ ૩ મુજબ, લોકપાલમાં અધ્યક્ષ સિવાય આઠથી વધુ સભ્યો નહીં હોય અને તેમાંથી ૫૦ ટકા ન્યાયિક સભ્યો હશે.