બિહારના કિશનગંજમાં શિક્ષકે ગુરૂ દક્ષિણામાં બાળકી પાસે શરીર માંગ્યું, બાળકીએ હિમત કરીને સ્કૂલના હેડમાસ્તરને કહી દેતા મામલો સામે આવ્યો, ઘટના કલેક્ટરને ધ્યાનમાં આવતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપી દીધા
પીડિત છાત્રા અને ગામલોકોએ શાળાના શિક્ષકને શાળામાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે
કિશનગંજ,
બિહારના કિશનગંજમાંથી ગુરુ શિષ્યને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલની એક છાત્રા સાથે શિક્ષકે ફોન પર અશ્લીલ વાતો કરી અને તેને ગર્લફ્રેન્ડ બનાવવાની ઓફર આપી. આરોપ છે કે, શિક્ષકે તેને ગુરુ દક્ષિણામાં સિલીગુડી સાથે લઈ જવા માટે કહ્યું. આ સમગ્ર કિસ્સો હવે કલેક્ટરના ધ્યાનમાં આવ્યો છે. જે બાદ શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપી દીધા છે. ડીએમ વિશાલ રાજની કડકાઈ બાદ નાસિર હુસૈને કોચાધામન પ્રખંડ શિક્ષણ અધિકારીને સ્થળીય તપાસ કરીને રિપોર્ટ જમા કરાવવાના આદેશ આપ્યા છે. સાથે જ ડીઈઓએ આરોપોમાં ઘેરાયેલા આશિક મિજાજ શિક્ષક વિકાસકુમાર પાસેથી સ્પષ્ટીકરણ પૂછતા જવાબ માંગ્યા છે. આ કિસ્સો કોચાધામનમાં આવેલ પ્લસ ટુ કિસાન ઉચ્ચ વિદ્યાલય સિંઘાડીનો છે. અહીં તૈનાત એક શિક્ષક વિકાસકુમાર દ્વારા આ જ સ્કૂલની એક વિદ્યાર્થિનીને કોલ કરીને ગંદી અને અશ્લીલ વાતો કરી. આ આશિક મિજાજ શિક્ષકની કરતૂતની જાણકારી બાળકીએ સ્કૂલના હેડમાસ્તરને કરી દીધી. આ બાજુ મર્યાદાની તમામ હદ પાર કરનારા શિક્ષકની કાળી કરતૂત સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગથી લઈને પ્રશાસનિક સ્તરે પણ ખળભળાટ મચી ગયો હતો. ડીએમ વિશાલ રાજે આ મામલાની ગંભીરતા જોતા તપાસના આદેશ આપ્યા છે. કહેવાય છે કે, વિકાસ કુમારે અન્ય શિક્ષિકાને પણ પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેનાથી મન ભરાઈ જતાં તેણે શાળાની બાળકી પર નજર બગાડી જોકે બાળકીએ હિંમત કરીને આચાર્યને બધી વાત જણાવી દીધી અને આશિક મિજાજ શિક્ષકની પોલ ખોલી નાખી. આરોપ છે કે આ શિક્ષકે શાળાની લગભગ અડધો ડઝન શિક્ષિકાઓને ફોન કરીને હેરાન કરી ચૂકયો છે. તેની અશ્લીલ હરકતોથી શાળાનો સ્ટાફ પરેશાન હતો. તેના પર પહેલા પણ અશ્લીલ હરકતો કરવાના આરોપ છે. જોકે આરોપી શિક્ષકે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. દક્ષિણામાં ગર્લફ્રેન્ડ બનવા અને તેની સાથે સિલીગુડી જઈને મોજ મસ્તી કરવાની માંગ કરી રહ્યો હતો. કથિત કોલ રેર્કોડિંગમાં વિદ્યાર્થિની શિક્ષકને કહે છે કે તે પરણેલા છે અને પોતાની પત્નીને સિલીગુડી લઈને કેમ નથી જતાં. જેના પર શિક્ષક તેને એકલવ્યની માફક ગુરુ દક્ષિણાની વાતો કહીને ફસાવવાની કોશિશ કરતો દેખાય છે. પીડિત છાત્રા અને ગામલોકો હવે આ શિક્ષકને શાળામાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
