કાનપુર
કહેવાય છે કે, જોડી ઉપરથી બનીને આવે છે. સંબંધ નસીબથી થાય છે અને વાત કાનપુર દેહાત જિલ્લામાંથી એક લગ્નમાં આ વાત સાબિત થઈ ગઈ છે. હકીકતમાં જોઈએ તો એક વરરાજો પોતાના લગ્ન કરવા માટે ઘરેથી નીકળ્યો અને દુલ્હનના ઘરે જાન પહોંચી, ધામધૂમથી જાનનું વરરાજાના તમામ સપના પર પાણી ફરી વળ્યું અને આખા સમાજમાં ફજેતી થઈ તે અલગ દુલ્હનના વેશમાં તૈયાર થયેલી બેઠેલી કન્યાએ વરરાજા સાથે લગ્ન કરવાની અચાનક ના પાડી દીધી. દુલ્હને કીધું કે હું તો બનેવીને પ્રેમ કરું છું અને તેમની સાથે પહેલા જ કોર્ટ મેરેજ કરી ચૂકી છું. જે બાદ માંડવામાં સોપો પડી ગયો અને થોડી વાર તો કોઈ કંઈ સમજી શકયું નહીં કે શું બોલવું. જાનમાં માતમ છવાઈ ગયો. કાનપુર દેહાત જિલ્લાના રાજપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટના સિકંદરા વિસ્તારના કોરવા ગામના રહેવાસી સરકારી ડોક્ટર રાહુલ કટિયારના લગ્ન ભોગનીપુર રાજેશ કટિયારની દીકરી કીર્તિ સાથે નક્કી થયા હતા. લગ્ન પહેલા થતાં માંગલિક કાર્યો લગભગ પુરા થઈ ચૂકયા હતા. જેના કારણે વર પક્ષ તરફથી રોકડ રકમ અને સોનાના ઘરેણાં ચડાવવામાં આવ્યા હતા. લગ્નમાં ફેરા પહેલા ૧૭ લાખ રૂપિયા રોકડા અને અન્ય ઘરેણાં આપવાની વાત થઈ હતી પણ વરમાળા બાદ જેવી રાત વીતી કે ફેરાનો સમય આવ્યો તો દુલ્હનની અચાનક તબિયત ખરાબ થવાની વાત સામે આવી. થોડી વાર રાહ જોયા બાદ જ્યારે વર પક્ષના લોકો દુલ્હનને જોવા માટે રૂમમાં પહોંચ્યા તો દુલ્હન એકદમ ઠીકઠાક હતી, જેને જોઈને સૌ ચોંકી ગયા અને કન્યા પક્ષને કીધું કે તમે ખોટું કેમ બોલ્યા કે દુલ્હનની તબિયત ખરાબ થઈ ગઈ છે. જે બાદ અચાનક દુલ્હન કીર્તિએ વર પક્ષના લોકોને કહેવા લાગી કે હું આ લગ્ન નહીં કરું, હું મારા બનેવીને પ્રેમ કરું છું અને તેની સાથે પહેલા જ કોર્ટ મેરેજ કરી ચૂકી છું. લગ્નમાં ફેરા પહેલા દુલ્હન તરફથી બનેવી સાથે લવ મેરેજ કર્યાની વાત સાંભળી માંડવામાં માતમ છવાઈ ગયો. વર પક્ષ પણ ચોંકી ગયો, જે બાદ છોકરીએ વરને કહ્યું કે હું આ લગ્ન નહીં કરી શકું, પરિવાર દબાણ કરતો હતો. બાદમાં પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસ આવી અને વડીલોની મદદથી મામલો શાંત પાડ્યો. વરરાજો દુલ્હન લીધા વિના નીકળી ગયો.
