પિતાએ સગી દિકરી પર જ આચર્યુ હતુ દુષ્કર્મ, કોર્ટે અંતિમ શ્વાસ સુધીની જેલની સજા સંભળાવી

Spread the love

 

સુરત

સુરત જિલ્લાના ડિંડોલી વિસ્તારમાં એક ધ્રુણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક પિતાએ પોતાની 14 વર્ષી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ. આ ગંભીર ગુનાને કારણે કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ કૃત્યને પિતા-પુત્રીના સંબંધોને લજવનાર અને ધ્રુણાસ્પદ ગણાવ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં 14 વર્ષની સગીર દીકરી પર પિતાએ સતત એક મહિના સુધી બળાત્કાર ગુજાર્યુ હતુ. બળાત્કાર ગુજારનાર પિતાને કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટના નિર્ણયમાં એ પણ જણાવાયું છે કે, આ પ્રકારના ગંભીર ગુના હળવાશથી ન લીધા જ શકે. નરાધમ પિતાની દુષ્કર્મની ઘટના સમગ્ર સમાજ માટે શરમજનક હતી. આ કિસ્સામાં કોર્ટ દ્વારા દાખલારૂપ સજા ફટકારી, માનવ અધિકારોની પૂરી રક્ષા કરવામાં આવી છે. આ સજા લોકોને એ સચેતના આપે છે કે, અવા ગંભીર ગુનાઓને ચલવી લેવામાં આવશે નહીં. 17-5-24ના રોજ ઉત્તરપ્રદેશના વતની એવા પોતાના આરોપી પતિ વિરુદ્ધ પત્નીએ સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુ વાર બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે અને જીવે ત્યાં સુધી આજીવન કેદ,રૂ.20 લાખ દંડ ફ્ટકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *