કોંગ્રેસના દિગ્ગજ અને સ્વર્ગસ્ત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ફૈઝલએ આ બાબતની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી, જ્યાં તેમણે Congressથી છુટા થવાની જાહેરાત સાથે પીડા અને વેદના વ્યક્ત કરી હતી. તેમણે તેમના સમર્થકોનો આભાર માન્યો અને કાંગ્રેસ છોડી દિઆ હોવા છતાં, તેમની ટીમ અને કાર્યકરોનો પ્રત્યે આદર વ્યકત કર્યો. સ્વર્ગસ્થ અહેમદ પટેલે કોંગ્રેસ પક્ષને પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધુ હતુ. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફૈઝલ પટેલ( Faisal Patel) કોંગ્રેસમાં સામેલ થયા હતા. જો કે પોતાનું સમગ્ર જીવન કોંગ્રેસને આપી દેનારા અહેમદ પટેલના પુત્ર ફૈઝલે થોડો જ સમય કોંગ્રેસને આપી હવે તેનો સાથ છોડવાનું નક્કી કર્યુ છે. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે.
ફૈઝલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે ” ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાથી રાજકારણ ગરમાયુ છે. આ સાથે જ ફૈઝલ પટેલ હવે કયા રાજકીય પક્ષમાં જોડાશે તેની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. તો ચર્ચાઓ એવી પણ થઇ રહી છે કે ફૈઝલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે, કારણ કે થોડા મહિના પહેલા ફૈઝલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. તે સમયે પણ ફૈઝલ ભાજપમાં જોડાવાના છે તે ચર્ચાઓએ વેગ પકડ્યુ હતુ. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો મળ્યો છે, ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી શક્યતા સેવાઇ રહી છે.
