અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાજ જથ્થાના વિતરણ સંદર્ભે ઉત્તર આપતા જણાવ્યું કે, તા.૩૧/૧૨/૨૦૨૦ની સ્થિતિએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ની અન્નપૂર્ણા યોજના હેઠળ એક વર્ષમાં કુલ ૨૮૬૩૨.૩૯ મે.ટન અનાજ જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ જાન્યુઆરી-૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન AAY કાર્ડ દીઠ ૨૫ કિ.ગ્રા. ઘઉં, પ્રતિ કિલો રૂા.૨-૦૦ના ભાવે, ચોખા ૧૦ કિ.ગ્રામ રૂ.૩-૦૦ ના ભાવે, એમ કુલ ૩૫ કિલો અનાજનો જથ્થો તથા PHH (વ્યક્તિદીઠ) ઘઉં ૩.૫૦૦ કિલો રૂા.૨-૦૦ના ભાવે, ચોખા ૧.૫૦૦ કિ.ગ્રામ રૂા.૩-૦૦ના ભાવે એમ કુલ પ કિ.ગ્રામ અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, આ કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ દેશના કોઈ પણ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પરથી લાભાર્થી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ફાળવણી અંતર્ગત મંત્રીશ્રીએ ઉમેર્યું કે, જનસંખ્યાના ધોરણે ફાળવણી કરવામાં આવે છે.