યુપીમાં સાસરિયા પક્ષે પીડિતાને HIVનું ઈન્જેક્શન મારી દીધું, 4 લોકો સામે FIR કરવામાં આવી

Spread the love

 

(માનવમિત્ર) | ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી મહિલાએ તેના સાસરિયા પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેનો દાવો છે કે, દહેજની માંગ પૂરી ન કરતા તેને HIVનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે IPCની કલમ 307 ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષા અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંઘ્યો છે. પીડિત મહિલાના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી સોનલના લગ્ન 15 ફેબ્રુઆરી 2023ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારના રહેવાસી અભિષેક સાથે થયા હતા.

લગ્ન માટે તેમણે ક્ષમતા કરતા વધારે દહેજ તરીકે રોકડ, ઘરેણા અને કાર આપી હતી. પરંતુ, તેના સાસરીયાઓ તેનાથી અસંતુષ્ટ હતા. તે સતત તેમની પુત્રી પાસેથી વધારાના રૂપિયા 25 લાખ રોકડા અને સ્કોર્પિયો કારની માંગણી કરી રહ્યા હતા. પીડિતાના પરિવારે માંગણીઓ પૂરી કરવાનો ઈનકાર કર્યો હતો. જેનાથી નારાજ થઈને પીડિતાના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેની પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

ગામમાં પંચાયત બોલાવ્યા બાદ તેને ફરીથી સાસરે મોકલી દેવામાં આવી હતી. આ દરમિયાન સાસરિયાઓએ પીડિતાને HIV સંક્રમિત ઈન્જેક્શન આપ્યું હતું અને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીની તબિયત લથડતા માતાપિતાએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તે HIV પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ ગંગોહ પોલીસ સ્ટેશનમાં સોનલના પતિ અને સાળા સહિત ચાર લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *