શહેરમાં રહેતા કપલ્સને ટાઈમ સ્પેન્ડ કરવા ક્યા જવું તેનું કન્ફયુઝન રહેતું હોય છે. તો આ યાદી છે સુરતના ૧૬ સ્થળોની જ્યાં તમે તમારા પાર્ટનર સાથે જઈ શકો છો.
સુરત ખુબસુરત શહેર છે. અહી કપલ્સ માટે ગાર્ડન્સ, લેક, મોલ્સ, કાફેઝ, રેસ્ટોરન્ટસ જેવી અનેક રોમેન્ટિક જગ્યાઓ છે. આવો જાણીએ એવી કેટલીક જગ્યાઓ વિશે.
૧. ગોપી તળાવ (રૂસ્તમપુરા)
ગોપી તળાવ કપલ્સની ફેવરીટ ડેસ્ટીનેશન છે. અહી રોમેન્ટિક વોક માટે જઈ શકાય છે. અને તળાવમાં સાથે બોટની સવારી પણ માણી શકાય છે. બહારના સ્ટોલ્સ પર ગરમાગરમ નાસ્તો પણ મળે છે.
૨. સ્નેહ રશ્મી બોટનીકલ ગાર્ડન(ઉગત રોડ)
આ ગાર્ડનના રંગબેરંગી ફૂલોની શોભા અને સુગંધ વાતાવરણને રોમાન્ટિક બનાવી દે છે. ગાર્ડનમાં મીની ટ્રેઈનમાં બેસીને ફરી શકાય છે. બહાર નાસ્તાની વ્યવસ્થા છે અને બાગ મોડે સુધી ખુલ્લો રહે છે.
૩. ગવીએર લેક(ડુમસ રોડ)
ગવીએર લેક પણ કપલ્સની ફેવરીટ ડેસ્ટીનેશન છે. અહી સૂર્યોદય અને સુર્યાસ્ત અદ્ભુત દેખાય છે. કુદરતના રસિયાઓ માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. અહિયાં અલગ અલગ પક્ષીઓ પણ જોઈ શકાય છે.
૪. જવાહરલાલ નહેરુ ગાર્ડન (ડુમસ રોડ)
આ ગાર્ડનને સુરતીઓ ચોપાટી પણ કહે છે. અહી એક શાંત સાંજ પસાર કરી શકાય છે. અહીના મ્યુઝીકલ ફુવારા અહીનું મુખ્ય આકર્ષણ છે.
૫. ONGC બ્રીજ
આ બ્રીજ પરથી તાપી નદીનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. પોતાના પાર્ટનર સાથે ચાલવા આવવા માટે આ સુંદર સ્થળ છે.
૬. તાપી રીવર ફ્રન્ટ
અમદાવાદની જેમ તાપી રીવર ફ્રન્ટ ઉપર સુંદર સાંજ વિતાવી શકાય છે. અહીયાના પગથીયા ઉપર બેસવાની જગ્યા કરવામાં આવી છે.
૭. સરદાર પટેલ મ્યુઝીયમ(સ્વામી દયાનંદ સાગર માર્ગ)
૧૮૯૦માં બનેલું આ મ્યુઝીયમ ઈતિહાસના શોખીનો માટે સ્વર્ગ સમી જગ્યા છે. અહિયાં ૧ આખો દીવસ વિતાવી સુરતના ભવ્ય ઈતિહાસ વિષે જાણી શકાય છે. આ મ્યુઝીયમ મંગળવારે બંધ હોય છે.
૮. સાયંસ સેન્ટર(સીટી લાઈટ રોડ)
અહી પૃથ્વી, અવકાશ, ગણિત, ભૌતિકશાસ્ત્ર જેવા અઘરા વિષયો ઉપર સરળ અને રસપ્રદ મોડલ્સ બનવેલા છે. અહી પાર્ટનર સાથે ૩d સિનેમા અને વર્તુળાકાર ડોમમાં મુવીસ માણી શકાય છે.
૯. VR મોલ (ડુમસ રોડ)
સુરતના સૌથી મોટા મોલમાં શોપિંગ કરવાની મજા માણવા ઉપરાંત અહી અલગ અલગ એન્ટરટેનમેંટના ઓપ્શન્સ માણી શકાય છે.
૧૦. રંગ ઉપવન (નાનપુરા)
આ કપલ્સ માટેની બેસ્ટ જગ્યા છે. અહી લાઈવ થીએટર પર્ફોમંસ, ડાન્સ, કોન્સર્ટ ઉપરાંત યોગની ઈવેન્ટ્સ યોજાય છે. કોઈ લાઈવ ઇવેન્ટ પાર્ટનર સાથે માણવાની મજા અહી લઇ શકાય છે.
૧૧. અમેઝીયા વોટર પાર્ક (કેનાલ રોડ)
સુરતનાં બેસ્ટ વોટર પાર્ક અમેઝીયામાં તમે પાર્ટનર સાથે થ્રીલીંગ વોટર રાઇડ્સ અને રાઇડ્સ પછી કબાનાનો આનંદ મેળવી શકો છો. જો તમે બંને એડવેન્ચરના રસિયા હો તો આ બેસ્ટ પ્લેસ છે.
૧૨. દિલ સે રેસ્ટોરંટ(પાલ અડાજણ રોડ)
આ રેસ્ટોરંટ કપલ્સ માટે જાણીતી છે કારણ કે તે કેન્ડલ લાઈટ ડીનરની વ્યવસ્થા કરાવે છે. અહીની સર્વિસ અને વાતાવરણ બંને રોમાન્ટિક થીમને અનુરૂપ છે.
૧૩. ધ લાઈમ ટ્રી(રીંગ રોડ)
આ એક રૂફ ટોપ હોટલ છે. અહી સ્વાદિષ્ટ ખાવા ઉપરાંત સુરતની જળહળતી સ્કાયલાઈનનો વ્યુ મળે છે . તેનું ઇન્ટીરીઅર પણ રોમાન્ટિક થીમનું છે.
૧૪. લેવલ 5 ટેરેસ રેસ્ટ્રો એન્ડ કાફે (રોયલ ટ્રેડ સેન્ટર)
રોમાન્ટિક ડેટ પર પ્રાઈવસી જોઈતી હોય તેવા કપલ્સ માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. ખાવા માટે રેસ્ટોરંટ પ્રાઈવેટ બુથ આપે છે. અહીની સર્વિસ ઝડપી છે અને ખાવાનું સ્વાદિષ્ટ છે.
૧૫. ડુમસ દરિયા કિનારો
શહેરથી થોડા કિમી દુર આવેલો ડુમસ બીચ કપલ્સની પ્રિય જગ્યા છે. અહી દરિયાની સમાંતર લોંગ વોક્સ લઇ શકાય છે, બીચ પર બેસી શકાય છે અને નાની મોટી ખરીદી કરી શકાય છે. સાંજનો સમય સૌથી ફરવાલાયક છે. રાત્રે આ જગ્યા થોડી સુમસામ થઇ જાય છે.
૧૬. સુવાળી બીચ (હજીરા)
સુવાળી બીચ એક શાંત અને સુંદર જગ્યા છે. અહી પાર્કિંગની ઘણી જગ્યા હોય છે અને બેસીને રીલેક્સ થવા અને દરિયો જોવા શ્રેષ્ઠ સ્થળ છે. અહી લોકલ ફૂડ સ્ટોલ્સથી ખાવાનું મળી જાય છે. ચોમાસામાં ખરાબ વાતાવરણ સમયે આ સ્થળને ટાળવું જોઈએ.