એક કંપની પોતાના એમ્પલોયને પોતે સેલેરી નક્કી કરવાની મંજુરી આપે છે. લંડનની આ કંપનીનું નામ છે ગ્રાંટટ્રી(GrantTree). આ કંપની બિજનેસ કંપનીઓને સરકારી ફંડ મેળવવામાં મદદ કરે છે. ગ્રાંટટ્રીમાં કામ કરનાર એક મહિલાએ જણાવ્યું કે તેમણે પોતે જ પોતાની સેલેરી 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ કરી લીધી.
ગ્રાંટટ્રીમાં કામ કરનાર 25 વર્ષની સીસિલિયા મંડુકાએ જણાવ્યું કે પોતાની સેલેરી લગભગ 6 લાખ વધારવાને લઈને તેમના મનમાં કેટલાંય પ્રકારની દુવિધા હતી. હકિકતે આ કંપનીના એમ્પલોયને સેલેરી વધારવાને લઈને પોતાના કલીગ સાથે ચર્ચા કરવાની હોય છે.
સીસિલિયાએ જણાવ્યું કે તેમને જાણકારી હતી કે તેમનું કામ બદલી ગયુ છે અને તે ટાર્ગેટથી ખૂબ જ આગળ પહોંચી ગઈ હતી. જ્યારે તેમણે પોતાના કલીગ સાથે વાતચીત કરી તો તેમણે પણ સીસિલિયાનું સમર્થન કર્યું હતુ કે તેમની સેલેરી વધવી જોઈએ.
ગ્રાંટટ્રી કંપનીમાં લગભગ 45 લોકો સ્ટાફમાં કામ કરે છે. દરેક સ્ટાફ પોતે પોતાની સેલેરી નક્કી કરે છે અને જ્યારે ઈચ્છે ત્યારે સેલેરીમાં બદલાવ કરી શકે છે. જો કે સેલેરી વધારવા પહેલા સ્ટાફ પહેલા આ વાતની જાણકારી મેળવે છે કે તેમના જેટલા કામ માટે અન્ય કંપનીમાં કેટલુ વેતન આપે છે.
સ્ટાફ સેલેરી વધારવા પહેલા આ વાત પર પણ વિચાર કરે છે કે તેમણે પોતે કેટલી સફળતા મેળવી છે અને કંપની કેટલું વધુ અફોર્ડ કરી શકે છે. ત્યાર બાદ સ્ટાફ સેલેરી વધારવાનું પ્રપોઝલ મુકે છે અને અન્ય સ્ટાફ તેને રિવ્યૂ કરે છે. જો કે કલીગ હાં કે ના નથી કહેતા પરંતુ તે માત્ર પ્રસ્તાવ પર પોતાનો ફીડબેક આપે છે. ફીડબેક બાદ એમ્પલોય પોતે પોતાના સેલેરી ફાઈનલ કરી લે છે.