(માનવમિત્ર) | યુક્રેન
યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમિર જેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, ‘રશિયાએ એક અઠવાડિયાની અંદર યુક્રેન પર ૧૨૨૦ બોંબ અને ૮૫૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. ૪૦થી વધુ મિસાઈલો પણ ઝીંકી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રશિયા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. વોલોદિમિર જેલેન્સ્કીએ લખ્યું છે કે,”યુક્રેન પોતાની સુરક્ષા કરી રહ્યું છે, અમે અમારા યૌદ્ધાઓની બહાદુરી તેમજ સભ્ય દેશોના સમર્થનના કારણે યુદ્ધમાં ઉભા છીએ, પરંતુ યુક્રેનના લોકોનો જીવ બચાવવા માટે અમે વધુ હથિયારોની જરૂર છે”. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે, ‘યુરોપ અને દુનિયાએ અમને આવી સ્થિતિમાંથી બચાવવું પડશે અને પુતિન પર દબાણ લાવવાની જરૂર છે. તેઓએ આ યુદ્ધને વૈશ્વિક સ્તરે ફેલાવી રહ્યા છે.”