![]()
સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ગાંધીનગર ખાતેના તેમના બંગલે શનિવારે રાત્રે તાપણું તાપતા હતા ત્યારે એકાએક તેના દુપટ્ટાએ આગ પકડી લેતા ભાનુબેન બાબરીયા દાઝી ગયા હતા. ભાનુબેન બાબરીયા પીઠ ફેરવીને તાપણું તાપતા હતા ત્યારે આ ઘટના બની હતી અને તેને શરીરમાં પાછળના ભાગે ગોઠણથી ઉપર સુધી આગની જ્વાળાઓ લાગી જતા તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સારી છે પરંતુ હજુ ત્રણ-ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે તેવી શક્યતા છે. આજથી બપોરે 12 વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપશે તો મહત્વનું છે કે, બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કેબિનેટ બેઠક મળશે અને તેમાં ઘણા નિર્ણયો લેવાઈ શકે છે. નવું બજેટ ગત વર્ષ કરતા 10 ટકા વધું હશે તો ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રીની મોહર લાગશે તો આજે CM અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોને એક એવો વિસ્તાર છે કે, જેમાં વ્યાપાર અને વેપારના કાયદા દેશના અન્ય ભાગો કરતા અલગ હોય છે. સેઝ દેશની રાષ્ટ્રીય સરહદોની અંદર સ્થિત છે, અને તેમના ઉદ્દેશોમાં વેપાર સંતુલન, રોજગાર, રોકાણમાં વધારો, રોજગાર સર્જન અને અસરકારક વહીવટનો સમાવેશ થાય છે.